1. Home
  2. ગુજરાતી
  3. અદાણી પોર્ટસ એન્ડ એસઈઝેડ લિમિટેડે રૂ. 12,000 કરોડમાં ક્રિષ્ણાપટનમ પોર્ટ કંપની હસ્તગત કરી
અદાણી પોર્ટસ એન્ડ એસઈઝેડ લિમિટેડે રૂ. 12,000 કરોડમાં ક્રિષ્ણાપટનમ પોર્ટ કંપની હસ્તગત કરી

અદાણી પોર્ટસ એન્ડ એસઈઝેડ લિમિટેડે રૂ. 12,000 કરોડમાં ક્રિષ્ણાપટનમ પોર્ટ કંપની હસ્તગત કરી

0
Social Share
  • નાણાંકીય વર્ષ 21નુ અંદાજે 10 ગણુ ઈબીઆઈટીડીએવાળુ, રૂ. 12000 કરોડમાં સૌથી વધુ વૃધ્ધિજનક હસ્તાંતરણ
  • ભારતના બીજા નંબરના સૌથી મોટા ખાનગી પોર્ટમાં 75 ટકાનો નિયંત્રક હિસ્સો હાંસલ કર્યો
  • આ હસ્તાંતરણથી વર્ષ 2025 સુધીમાં થ્રુપુટમાં 500 એમેમટીની વૃધ્ધિ થશે
  • આ હસ્તાંતરણથી નાણાંકીય વર્ષ 21માં એપીએસઈઝેડનો બજાર હિસ્સો  21 ટકાથી વધીને 25 ટકા થવાની  અપેક્ષા છે

અમદાવાદ, તા. 5 ઓકટોબર, 2020ભારતની સૌથી મોટી પોર્ટ ડેવલપર અને અદાણી જૂથની લોજીસ્ટીક શાખા અદાણી પોર્ટ એન્ડ એસઈઝેડ લિમિટેડે (“APSEZ”) આજે  ક્રિષ્ણાપટનમ પોર્ટ કંપની લિમિટેડ (KPCL),   રૂ. 12,000 કરોડની એન્ટરપ્રાઈઝ વેલ્યુથી હસ્તગત કર્યાની જાહેરાત કરી છે. આ હસ્તાંતરણના પરિણામે એપીએસઈઝેડએ સીવીઆર ગ્રુપ અને અન્ય રોકાણકારો પાસેથી  75 ટકાનો નિયંત્રણકારી હિસ્સો હસ્તગત કર્યો છે.

નાણાંકીય વર્ષ 21માં  આ પોર્ટ  અંદાજે રૂ. 1200 કરોડનો ઈબીઆઈટીડીએનુ નિર્માણ કરશે તેવી અપેક્ષા છે, જેના પરિણામે ઈવી/ઈબીઆટીડીએનો ગુણોત્તર 10ના ગુણકમાં રહેશે તેવી અપેક્ષા છે.

કેપીસીએલ  ભારતના  દક્ષિણ ભાગમાં   ભારતનો બીજા નંબરનો સૌથી મોટો સાગરકાંઠો ધરાવતા રાજય આંધ્ર પ્રદેશમાં આવેલુ મલ્ટી કાર્ગો ફેસિલિટી ધરાવતુ પોર્ટ છે.

આ હસ્તાંતરણને કારણે  વર્ષ 2025માં 500 મિલિયન મે. ટન કાર્ગોની હેરફેર હાંસલ કરવામાં એક લાંબી હરણફાળ  ભરવાનુ અને APSEZ  મારફતે વ્યક્ત કરવામાં આવેલી  ભારતના પૂર્વ અને પશ્ચિમ  સાગરકાંઠા વચ્ચે એકરૂપતા હાંસલ કરવા માટેનુ બીજુ એક કદમ બની રહેશે.

એપીએસઈઝેડના   ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને હોલ ટાઈમ ડિરેકટર શ્રી કરણ અદાણી જણાવે છે કે “ મને એ બાબતનો આનંદ છે કે કેપીસીએલ ભારતનુ બીજા નંબરનુ સૌથી મોટુ ખાનગી પોર્ટ છે અને તે હવે એપીએસઈઝેડના પોર્ટફોલિયોનો હિસ્સો બન્યુ છે.  આ પરિવર્તનકારી હસ્તાંતરણ વધુને વધુ ગ્રાહકોને  વિશ્વ સ્તરની  કસ્ટમર સર્વિસ આપવાનુ અને તેમને દેશવ્યાપી ઉપાયો પૂરા પાડવાનુ અમારે માટે શક્ય બનાવશે  ધામરા અને કટુપલ્લી પોર્ટને નફાકારક બનાવવાનો અમારો અનુભવ  અમને કેપીસીએલની ક્ષમતાનો લાભ મેળવવામાં સહાયક બનશે.  અમે કેપીસીએલ ખાતે નાણાંકીય વર્ષ 2025 સુધીમાં થ્રુપુટ 100 મિલિયન મે. ટન સુધી વધારવાનો  અને નાણાંકી વર્ષ 2023 સુધીમાં વ્યાજ, કરવેરા અને ઘસારા પૂર્વેની કમાણી  બમણી કરવાનો લક્ષ્યાંક ધરાવીએ  છીએ. વ્યાપક વૉટરફ્રન્ટ  અને 6700 એકર જમીન ધરાવતુ કેપીસીએલ મુંદ્રાની સિધ્ધિનુ  પુનરાવર્તન કરવા માટે સક્ષમ છે અને તે ભવિષ્યમાં 500 મિલિયન મે. ટન કાર્ગોનુ હેન્ડલીંગ કરવા માટે સજ્જ છે. કેપીસીએલ ખાતે અમે અમારી સંચાલન અને માવજતની વિચારધારાનુ પુનરાવર્તન કરીશું. પર્યાવરણ જાળવવાનુ, કાર્બન છૂટવાના સ્તરમાં ઘટાડો કરવાનુ  અને અકસ્માતો તરફ ઝીરો ટોલરન્સ ધરાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનુ ચાલુ રાખીશું.

અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન અંગેઃ

અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન એ વૈશ્વિક સ્તરે વિવિધિકરણ ધરાવતા અદાણી ગ્રુપનો હિસ્સો અને ભારતની સૌથી મોટી  પોર્ટ ડેવલપર અને પોર્ટ સંચાલક  કંપની છે. માત્ર બે દાયકા ઓછા ગાળામાં કંપનીએ પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજીસ્ટીક્સ સર્વિસીસ ક્ષેત્રે નોંધપાત્ર હાજરી દાખવી છે. એપીએસઈઝેડ વ્યૂહાત્મક સ્થળે આવેલા 11 પોર્ટસ ધરાવે છે, જેમાં ગુજરાતમાં મુંદ્રા, દહેજ, કંડલા અને હજીરા, ઓડીશામાં ધામરા, ગોવામાં માર્મુગાઓ, આંધ્ર પ્રદેશમાં વિશાખાપટનમ, ચેન્નાઈમાં કટ્ટુપલ્લી અને એનરોન- આ બધા પોર્ટસ મળીને દેશની કુલ પોર્ટસ ક્ષમતાના 24 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે અને સાગરકાંઠાના વિસ્તારો તેમજ દૂર દૂરના પ્રદેશો (હીન્ટરલેન્ડ) માંથી જંગી જથ્થામાં કાર્ગોની હેરફેર કરે છે. કંપની કેરાલામાં વિઝીનજામ ખાતે ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ અને મ્યાનમારમાં કન્ટેઈનર ટર્મિનલ પણ વિકસાવી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code