ક્લાઇમેટ ચેન્જમાં સીડીપી સ્કોર-‘બી’ મળતાં એપીએસઈઝેડને વૈશ્વિક સરેરાશ ‘સી’ અને ‘ડી’ ની પ્રાદેશિક સરેરાશથી ઉપરનું સ્થાન મળ્યું
- અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોને મેળવેલો ‘બી’-સ્કોર ક્લાઇમેટ ચેન્જ માટેના સીડીપી સ્કોર અનુસાર મેનેજમેન્ટ બેન્ડમાં છે
- આ એશિયાની રિજિયોનલ પ્રાદેશિક સરેરાશ ‘ડી’ અને વૈશ્વિક સરેરાશ ‘સી’ કરતા વધારે છે
- તે ઇન્ટરમોડલ પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રની સરેરાશ ડી કરતાં પણ વધારે છે
- ગયા વર્ષના સીડીપી સ્કોર સી કરતાં આ નોંધપાત્ર સુધારો છે
- બી સ્કોર સૂચવે છે કે એપીએસઈઝેડ ક્લાઇમેટને લગતા મુદ્દાઓ પર સંકલિત પગલાં લઈ રહ્યું છે
- એપીએસઈઝેડ એ એક્ટિવિટી ગ્રુપમાં મેનેજમેન્ટ સ્તર પર પહોંચેલી 41% કંપનીઓ પૈકીની એક છે
- ઉપરાંત જળ સુરક્ષાની કેટેગરીમાં એપીએસઇઝેડને બી સ્કોર મળ્યો છે, જે મેનેજમેન્ટ બેન્ડમાં પણ છે
- જળ સુરક્ષામાં એપીસેસઇઝેડનો સીડીપી સ્કોર એશિયા ક્ષેત્ર અને વૈશ્વિકના સરેરાશ સ્કોરની બરાબર છે
- સીડીપી સ્કોરના આંકડા ક્લાઇમેટ ચેન્જ, જંગલો અને જળ સુરક્ષાના માપદંડો પર સંસ્થાઓના ઇએસજી પ્રમાણપત્રો મેળવે છે
અમદાવાદ, ડિસેમ્બર 21, 2020
અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (એપીએસઈઝેડ) લિ.ને ક્લાઇમેટ ચેન્જમાં સીડીપીના સ્કોર ફ્રેમવર્ક મુજબ બી-સ્કોર મળ્યો છે, જે મેનેજમેન્ટ બેન્ડમાં છે. આ ઇન્ટરમોડલ પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રની સરેરાશ સરેરાશ ડી, એશિયાની પ્રાદેશિક સરેરાશ ડી અને સી ની વૈશ્વિક સરેરાશ કરતાં વધારે છે. આ સ્કોર, ક્લાઇમેટ ચેન્જ પરની અસર ઘટાડવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવા માટે સ્પર્ધાત્મક બેન્ચમાર્ક નક્કી કરવામાં એપીએસઈઝેડની વહીવટી કાર્યક્ષમતાને દર્શાવે છે. બંદરો અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે 22% કંપનીઓ ડિસક્લોઝર બેન્ડમાં આવે છે, 17% જાગૃતિ બેન્ડમાં, 41% મેનેજમેન્ટ બેન્ડમાં અને 20% નેતૃત્વ બેન્ડમાં આવે છે. એપીએસઇઝેડનો દેખાવ વેલ્યૂ ચેઇનના કરાર, લક્ષ્યો, સ્કોપ 1 અને 2 એમિશનના ક્ષેત્રોમાં વૈશ્વિક સરેરાશની સરખામણીએ રિસ્ક મેનેજમેન્ટ પ્રક્રિયાઓ, મેળવેલી તકો ઉજાગર કરવી, સુશાસન અને ઊર્જા સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં સારો હતો.
એપીએસઈઝેડને સીડીપી – જળ સુરક્ષામાં બી સ્કોર મળ્યો હતો એ પણ નોંધનીય છે. આ બીના ઇન્ટરમોડલ પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રની ‘બી’ સરેરાશ, એશિયાની પ્રાદેશિક સરેરાશ ‘બી’ અને ની વૈશ્વિક સરેરાશ ‘બી’જેટલી જ છે. વોટર રિસ્ક મેનેજમેન્ટ, જળ નીતિઓ, નિર્ધારિત લક્ષ્યો, પર્યાવરણીય પડકારો માટે સંકલિત અભિગમ, વ્યવસાયની વ્યૂહરચના અને વ્યવસાયિક પ્રભાવો જેવા ક્ષેત્રોમાં એપીએસઇઝેડે સારી કામગીરી બજાવી છે.
તે સૂચવે છે કે એપીએસઈઝેડ જોખમ ઘટાડવાના પ્રયત્નો કરવા માટે સુસજ્જ છે, જોખમવાળી સાઇટ્સમાં પર્યાવરણીય એકાઉન્ટિંગને આગળ વધારવા, જોખમ મૂલ્યાંકનને વધુ મજબૂત અને વ્યાપક બનાવવા, પર્યાવરણીય નીતિ લાગુ કરવા અને પર્યાવરણીય મુદ્દાઓને વ્યવસાયની વ્યૂહરચનામાં એકીકૃત કરવા માટે ક્લાઇમેટ ચેન્જ માટે મેનેજમેન્ટ સ્કોરિંગ આમ મેનેજમેન્ટ ક્રિયા તરીકે પ્રોત્સાહન આપે છે.
રોકાણકારો, કંપનીઓ, શહેરો, રાજ્યો અને પ્રદેશો માટે તેમના પર્યાવરણીય પ્રભાવોને સંચાલિત કરવા માટે સીડીપી વૈશ્વિક ડિસ્ક્લોઝર સિસ્ટમ ચલાવે છે. સી.ડી.પી.ના આંકડા ક્લાઇમેટ ચેન્જ, જંગલો અને જળ સુરક્ષાના માપદંડ પર સંસ્થાઓના ઇએસજી ક્રેડેન્શિયલ્સ મેળવે છે. 2015માં પેરિસ કરાર થયા બાદ 70% વધારો અને ગયા વર્ષે 14% વધારો થયાનું, જ્યારે 2020માં 9,600થી વધુ કંપનીઓએ સીડીપી વધ્યાનું જાહેર કર્યું,
એપીએસઈઝેડ રિન્યુએબલ ઊર્જાનો ઉપયોગ કરેછે અને તે એફવાય 25 સુધીમાં રિન્યુએબલ ઊર્જા દ્વારા સંપૂર્ણ રીતે (100%)તમામ પોર્ટ કાર્ગો હેન્ડલિંગ કરવા માગે છે. આ ઉપરાંત, એપીએસઇઝેડે અગાઉથી 2,889 હેક્ટર ક્ષેત્રમાં મેન્ગ્રોવનું વનીકરણ કર્યું છે અને નાણાકીય વર્ષ 25 સુધીમાં તેમાં વધુ 1000 હેકટર ઉમેરવાનો લક્ષ્યાંક પણ રાખ્યો છે.
અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ વિષે
વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી જૂથના એક હિસ્સો એવા અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (એપીએસઈઝેડ), એક બંદર કંપનીમાંથી ભારતમાં પોર્ટ્સ અને લોજિસ્ટિક્સના પ્લેટફોર્મ પર આવેલી છે. દેશની કુલ પોર્ટ્સ ક્ષમતાના 24% પ્રતિનિધિત્વ કરતા 12 વ્યૂહાત્મક રીતે સ્થિત બંદરો અને ટર્મિનલ્સ – ગુજરાતમાં મુન્દ્રા, દહેજ, કંડલા અને હજીરા, ઓડિશામાં ધામરા, ગોવામાં મોરમુગાઓ, આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ અને ચેન્નઈમાં કટ્ટુપલ્લી અને એન્નોર અને આંધ્રપ્રદેશમાં કૃષ્ણપટ્ટનમ – સાથે તે ભારતની સૌથી મોટી પોર્ટ્સ ડેવલપર અને ઓપરેટર છે, તે બંને કાંઠાના વિસ્તારો અને વિશાળ અંતરિયાળ વિસ્તારના મોટા પ્રમાણમાં કાર્ગોનું સંચાલન કરે છે. કંપની કેરળના વિઝિંજમ અને મ્યાનમાર ખાતેના કન્ટેનર ટર્મિનલ ખાતે ટ્રાન્સશિપમેન્ટ બંદર પણ વિકસાવી રહી છે.
અમારા “પોર્ટ્સ ટુ લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ” અમારી પોર્ટ્સ સુવિધાઓ, એકીકૃત લોજિસ્ટિક્સ ક્ષમતાઓ અને ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમિક ઝોનને સમાવિષ્ટ કરતી વૈશ્વિક સપ્લાય ચેઇન્સ બનવામાં ભારતને ફાયદો પહોંચાડતો હોવાથી અમને લાભની અનન્ય સ્થિતિમાં મૂકે છે. અમારું લક્ષ્યાંક આગામી દાયકામાં વિશ્વના સૌથી મોટા પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ બનવાની છે. 2025 સુધીમાં કાર્બન ન્યુટ્રલ બનવાના વિઝન સાથે એપીએસઈઝેડ વિઝન આધારિત લક્ષ્યાંક પહેલ (એસબીટી) માટે સાઇન અપ કરનારું પ્રથમ ભારતીય બંદર બનવા માટે ગ્લોબલ વોર્મિંગને નિયંત્રણ કરવા માટે એમિશન રિડક્શન ટાર્ગેટ પ્રિ-ઇન્ડસ્ટ્રીયલ લેવલથી ઉપર 1.5°C કરવાનું અમારું લક્ષ્યાંક છે.
(સંકેત)