Site icon Revoi.in

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી ભારતના અર્થતંત્રને 500 અબજ ડોલરનો ફાયદો થઇ શકે: ગૂગલ ઇન્ડિયા

Social Share

કોલકાત્તા: સમગ્ર વિશ્વમાં અત્યારે ટેક્નોલોજીની હરણફાળની સાથોસાથ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું પણ મહત્વ વધી રહ્યું છે. ગૂગલ ઇન્ડિયાએ તેના મહત્વ વિશે વાત કરતા જણાવ્યું હતું કે ફક્ત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી ભારતીય અર્થવ્યવસ્થામાં 500 અબજ ડોલર જોડાઇ શકે છે. સાથે જ પૂરની ચોક્કસ આગાહી અને રોગના શોધવામાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મદદરૂપ થઇ શકે છે. રિજિયોનલ મેનેજર અને ગૂગલ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ સંજય ગુપ્તાએ જણાવ્યું હતું કે કંપની ભારતમાં તેની ડિજીટલ પહોંચને વધારવા માટે 10 અબજ ડોલર ખર્ચ કરશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કંપનીએ કોવિડ-19 મહામારી દરમિયાન ઉભા થયેલા પડકારોનો સામનો કરવા અને તકોનો લાભ લેવા માટેના તમામ સંસાધનોનો ઉપયોગ કર્યો છે. ગૂગલે તાજેતરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિજીટલ પેટા કંપની જીયો પ્લેટફોર્મ્સનો 7.73 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. બંને કંપનીઓએ અફોર્ડેબલ સ્માર્ટફોન બનાવવાની પણ જાહેરાત કરી છે.

નોંધનીય છે કે કોવિડ-19 મહમારી દરમિયાન ડેટા વપરાશ દર મહિને 8 જીબીથી વધીને 14 જીબી થઇ ગયો છે. વર્ષ 2014માં સરેરાશ વપરાશ ફક્ત 86 એમબી પ્રતિ મહિનાની હતી. વર્ષ 2022 સુધી UPI ટ્રાન્ઝેક્શન દૈનિક 1 અબજે પહોંચી જશે જે અત્યારે દર મહિને 1 અબજની નજીક છે.

(સંકેત)