કોરોના વેક્સીન નિર્માતા એસ્ટ્રાજેનેકા USની ફાર્મા કંપની એલેકસિયનને 2.87 લાખ કરોડમાં ખરીદશે
- બ્રિટન સ્થિત એસ્ટ્રાજેનેકા અમેરિકાની દવા નિર્માતા એલેકસિયન ફાર્માને ખરીદશે
- કોરોના વેક્સીન નિર્માતા એસ્ટ્રાજેનેકા 2.87 લાખ કરોડમાં એલેકસિયન ફાર્મા ખરીદશે
- આ અત્યારસુધીની સૌથી મોટી ફાર્મા ડીલ ગણાવાઇ રહી છે
બ્રિટન સ્થિત એસ્ટ્રાજેનેકા અમેરિકાની દવા નિર્માતા એલેકસિયન ફાર્માસ્યુટિલ્સને ખરીદવા જઇ રહી છે. એસ્ટ્રાજેનેકા આશરે 2.87 લાખ કરોડ રૂપિયામાં એલેકસિયન ફાર્માસ્યુટિકલ્સ ખરીદશે. આ અત્યારસુધીની સૌથી મોટી ફાર્મા ડીલ ગણાઇ રહી છે. આ સોદાથી એસ્ટ્રાજેનેકાને રેયર ડિસીઝ તેમજ ઇમ્યુનોલોજી ડ્રગ સેગમેન્ટમાં પ્રવેશ મેળવવામાં મદદ મળશે.
એક સપ્તાહ પહેલા જ એસ્ટ્રાજેનેકાનું કોરોના વાયરસ પર રિસર્ચ પરિણામ જાહેર થયું છે તેવા સમયમાં જ આ સોદો થયો છે. પરિણામમાં એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીનને 90 ટકા પ્રભાવી જણાવવામાં આવી છે. એસ્ટ્રાજેનેકાની હરીફ કંપની ફાઇઝરે પણ બ્રિટનમાં પોતાની વેક્સીન લોન્ચ કરી દીધી છે.
$AZN to acquire @AlexionPharma, accelerating the Company’s strategic and financial development $ALXN https://t.co/3TV1alalyh pic.twitter.com/snVOXf4PVl
— AstraZeneca (@AstraZeneca) December 12, 2020
એસ્ટ્રાજેનેકાએ આ સોદા અંગે જણાવ્યું હતું કે, એલેકસિયનના શેરધારકોને 60 ડોલરના કેશ અને 115 ડોલર પ્રતિ શેરની વેલ્યુવાળા એસ્ટ્રાજેનેકાના શેર મળશે. આ રિવોર્ડ બ્રિટનમાં ટ્રેડિડ સામાન્ય શેર અથવા ડોલરના પ્રભુત્વવાળા અમેરિકી ડિપોઝિટરી શેરની વેલ્યુ અનુસાર મળશે. એસ્ટ્રાજેનેકાના CEOએ કહ્યું હતું કે આ સોદાથી ઇમ્યુનોલોજી ડેવલપમેન્ટમાં તેજી લાવવાનો અવસર પેદા થશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેના દ્વારા કંપનીને બીમારીઓ, ફિઝિશયન અને દર્દીઓના એક નવા સેગમેન્ટમાં પ્રવેશ કરવામાં મદદ મળશે. આ સેગમેન્ટમાં હજુ સુધી કંપનીની પહોંચ નથી.
(સંકેત)