Site icon Revoi.in

જીએસટી કલેક્શનને લઇને સારા સમાચાર, રેકોર્ડ સ્તરે પહોંચ્યું GST કલેક્શન

Social Share

નવી દિલ્હી: નાણાં મંત્રી નિર્મલા સિતારમણ આજે એક તરફ બજેટ રજૂ કરી રહ્યા છે ત્યારે બેજી તરફ દેશના અર્થતંત્ર માટે સારા સમાચાર પ્રાપ્ત થયા છે. નાણામંત્રીએ જણાવ્યું કે, જાન્યુઆરી 2021માં 1,19,847 લાખ કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન થયું છે. ગત વર્ષે આ મહિને જીએસટી કલેક્શનની તુલનામાં આ વખતે 8 ટકા વધારે રેવેન્યૂ મળી છે.

જાન્યુઆરી 2021માં ગ્રોસ GST રેવન્યૂ 119847 કરોડ છે જેમાંથી CGST 21,923 કરોડ, SGST 29,014 કરોડ, IGST 60,288 કરોડ અને ઉપકર 8622 કરોડ રૂપિયા સામેલ છે. જ્યારે ડિસેમ્બરમાં 31 જાન્યુઆરી 2021 સુધી ફાઈલ GSTR-3B રિટર્નની કુલ સંખ્યા 90 લાખ છે. જાન્યુઆરી 2021ના મહિનામાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને રેગુલર સેટલમેંટ બાદ કુલ રેવન્યૂ CGST માટે 46,454 કરોડ અને SGST માટે 48,385 કરોડ મળ્યા છે.

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી GST કલેક્શનમાં સતત તેજી જોવા મળી રહી છે. જાણકારોનું માનીએ તો અર્થતંત્રમાં હાલમાં ઝડપથી રિકવરીના સંકેતો મળી રહ્યા છે. છેલ્લા 4 મહિનાથી GST કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાથી વધારે થયેલું છે.

(સંકેત)