- કારની માંગ સામે ચીપની પણ અછત
- ચીપની અછતથી ઑટો ઇન્ડસ્ટ્રીઝને 1 ડૉલરનું નુકશાન
- ચીનથી આયાત વધે તે જરૂરી
નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં અત્યારે વાહનોની માંગ સામે ચીપની પણ અછત સર્જાઇ રહી છે. ચીપની અછતને કારણે વર્તમાન મહિનામાં દેશમાં ઊતારુ વાહનોનું ઉત્પાદન 1 લાખથી 1.15 લાખ વાહન ઓછું રહેવાનો અંદાજ છે. ઉત્પાદનમાં આ ઘટાડાના પરિણામસ્વરૂપ ઉદ્યોગોની આવકમાં વર્તમાન મહિને 1 અબજ ડોલરથી વધુનો ફટકો પડી શકે છે. સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મેન્યુફેક્ચર્સના સૂત્રોએ આ જાણકારી આપી છે.
દેશમાં સામાન્યપણે સપ્ટેમ્બર અને ઑક્ટોબર મહિનામાં ધાર્મિક તહેવારોને લીધે લોકોમાં વધુ જોશ તેમજ જુસ્સો જોવા મળી શકે છે. આ દરમિયાન વાહનોની માંગમાં પણ ઉછાળો જોવા મળે છે.
ઊતારૂ વાહનોના ઉત્પાદકોની સપ્ટેમ્બર આવકમાં એક અબજ ડોલરની ખોટ એટલે સંપૂર્ણ વર્ષની સૂચિત આવકમાં ૪થી ૫ ટકાનો ઘટાડો જોવા મળશે.
ચીપ માટે હાલમાં ઉત્પાદકો સંઘર્ષ કરે છે. આ ઉત્પાદ પર પડેલી માઠી અસરથી વાહનોની ડિલિવરી પણ ઢીલમાં પડી છે. સપ્ટેમ્બર મહિનામાં ઊતારુ વાહનોનો ઉત્પાદન આંક 1.75 લાખથી 2.10 લાખની વચ્ચે રહેવાની વકી હોવાનું CMના સૂત્રો કહે છે.
છેલ્લા ચાર વર્ષમાં વાહન ઉત્પાદકોએ દર વર્ષે સપ્ટેમ્બરમાં ૨.૮૦ લાખથી ૩.૪૦ લાખ જેટલા ઊતારૂ વાહનોનું ઉત્પાદન કર્યું છે. હાલમાં વ્યાજ દર નીચા છે ત્યારે વાહનોની માગમાં વધારો થવાની તક રહેલી છે, પરંતુ ચીપની અછતને કારણે તેનો લાભ કાર ઉત્પાદકોને ખાસ જોવા નહીં મળે.