1. Home
  2. ગુજરાતી
  3. જાન્યુઆરી 2021માં આ 13 દિવસ રહેશે રજાઓ, કોઇ કામકાજ નહીં થાય
જાન્યુઆરી 2021માં આ 13 દિવસ રહેશે રજાઓ, કોઇ કામકાજ નહીં થાય

જાન્યુઆરી 2021માં આ 13 દિવસ રહેશે રજાઓ, કોઇ કામકાજ નહીં થાય

0
Social Share
  • વર્ષ 2021માં પણ બેંકમાં અનેક રજાઓ રહેશે
  • ભારતીય રિઝર્વ બેંકે જાન્યુઆરી 2021 માટે રજાની જાહેરાત કરી દીધી છે
  • આરબીઆઇએ વર્ષ 2021 માટે બેંક હોલિ-ડે 2021 કેલેન્ડર જાહેર કરી દીધું છે

નવી દિલ્હી: વર્ષ 2020 હવે પૂર્ણતાના આરે છે ત્યારે વર્ષ 2021માં બેંકોમાં અનેક રજાઓ આવી રહી છે. ભારતીય રિઝર્વ બેંકે જાન્યુઆરી 2021 માટે રજાની જાહેરાત કરી દીધી છે. સર્વોચ્ચ બેંક અનુસાર આ વખતે 8 દિવસ બેંકોમાં રજાઓના કારણે કોઇપણ પ્રકારનું કામકાજ થશે નહીં. આ સિવાય બીજા અને ચોથા શનિવાર અને રવિવારે પણ રજા રહે છે. આરબીઆઇ દ્વારા જાહેર કરવામાં આવેલી રજાઓ તમામ સરકારી, ખાનગી, વિદેશી અને કો-ઓપરેટિવ બેંકોએ માનવાની હોય છે.

જાન્યુઆરીમાં આ દિવસો દરમિયાન બેંક રહેશે બંધ

બેંકમાં રજાની વાત કરીએ તો જાન્યુઆરીમાં કુલ 13 દિવસ બેકમાં કામકાજ નહીં થાય. આ 13 રજાઓમાં જુદાં-જુદાં રાજ્યોમાં આવનારી રજાઓ સાથે મહિનાના બીજો અને ચોથો શનિવાર પણ સામેલ છે. આરબીઆઇએ વર્ષ 2021 માટે બેંક હોલિ-ડે 2021 કેલેન્ડર જાહેર કરી દીધું છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વેબસાઇટ અનુસાર આ રજાઓ ઘણાં રાજ્યો અનુસાર નક્કી કરવામાં આવી છે. બની શકે કે બેંક તમારા રાજ્યમાં ખુલી હોય અને અન્ય કોઇ રાજ્યમાં બંધ રહે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code