- વર્ષ 2021માં પણ બેંકમાં અનેક રજાઓ રહેશે
- ભારતીય રિઝર્વ બેંકે જાન્યુઆરી 2021 માટે રજાની જાહેરાત કરી દીધી છે
- આરબીઆઇએ વર્ષ 2021 માટે બેંક હોલિ-ડે 2021 કેલેન્ડર જાહેર કરી દીધું છે
નવી દિલ્હી: વર્ષ 2020 હવે પૂર્ણતાના આરે છે ત્યારે વર્ષ 2021માં બેંકોમાં અનેક રજાઓ આવી રહી છે. ભારતીય રિઝર્વ બેંકે જાન્યુઆરી 2021 માટે રજાની જાહેરાત કરી દીધી છે. સર્વોચ્ચ બેંક અનુસાર આ વખતે 8 દિવસ બેંકોમાં રજાઓના કારણે કોઇપણ પ્રકારનું કામકાજ થશે નહીં. આ સિવાય બીજા અને ચોથા શનિવાર અને રવિવારે પણ રજા રહે છે. આરબીઆઇ દ્વારા જાહેર કરવામાં આવેલી રજાઓ તમામ સરકારી, ખાનગી, વિદેશી અને કો-ઓપરેટિવ બેંકોએ માનવાની હોય છે.
જાન્યુઆરીમાં આ દિવસો દરમિયાન બેંક રહેશે બંધ
બેંકમાં રજાની વાત કરીએ તો જાન્યુઆરીમાં કુલ 13 દિવસ બેકમાં કામકાજ નહીં થાય. આ 13 રજાઓમાં જુદાં-જુદાં રાજ્યોમાં આવનારી રજાઓ સાથે મહિનાના બીજો અને ચોથો શનિવાર પણ સામેલ છે. આરબીઆઇએ વર્ષ 2021 માટે બેંક હોલિ-ડે 2021 કેલેન્ડર જાહેર કરી દીધું છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વેબસાઇટ અનુસાર આ રજાઓ ઘણાં રાજ્યો અનુસાર નક્કી કરવામાં આવી છે. બની શકે કે બેંક તમારા રાજ્યમાં ખુલી હોય અને અન્ય કોઇ રાજ્યમાં બંધ રહે.
(સંકેત)