- નવા વર્ષના આડે ગણતરીના દિવસો બાકી
- જાન્યુઆરી 2022માં 14 દિવસ બેંકો રહેશે બંધ
- વાંચો બેંકની રજાઓની સૂચિ
નવી દિલ્હી: નવું વર્ષ શરૂ થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જો તમે પણ નવા વર્ષમાં બેંકના કામકાજનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો પહેલા જરા આ ખબર વાંચી જજો અન્યથા કદાચ બેંકે ધક્કો પણ થઇ શકે છે. RBIએ જાન્યુઆરી 2022ની બેંક માટેની રજાઓની યાદી બહાર પાડી છે. જો કે આ તમામ રજાઓ તમામ રાજ્યોમાં લાગુ થશે નહીં.
RBIએ સત્તાવાર રીતે જે રજાઓની યાદી જાહેર કરી છે તે પ્રમાણે જાન્યુઆરી 2022 દરમિયાન કુલ 14 દિવસ બેંક બંધ રહેશે. તેથી બ્રાંચમાં જતા પહેલા રજાઓની યાદી વાંચી લેજો.
જાન્યુઆરી, 2022માં બેકમાં કુલ 14 દિવસ રજા છે તેમાંથી 4 રવિવાર છે. આમાંની ઘણી રજાઓ પણ સતત પડી રહી છે. મહત્વનું છે કે, દેશભરમાં 14 દિવસ સુધી બેંકો બંધ રહેશે નહીં. RBIની સત્તાવાર રજાઓની યાદી પ્રમાણે આ રજાઓ અલગ અલગ રાજ્યોમાં લાગૂ પડે છે. આ તમામ રજાઓ એકસાથે દરેક રાજ્યોમાં લાગૂ થશે નહીં. તે ઉપરાંત RBIની માર્ગદર્શિકા પ્રમાણે, રવિવાર ઉપરાંત મહિનાના બીજા તેમજ ચોથા શનિવારના રોજ બેંકમાં કામકાજ બંધ રહેશે.
જાણો ક્યાં ક્યાં દિવસે રહેશે રજા
તારીખ | વાર | રજાઓ |
1 જાન્યુઆરી | શનિવાર | દેશભરમાં નવા વર્ષનો દિવસ |
2 જાન્યુઆરી | રવિવાર | સપ્તાહની દેશવ્યાપી રજા |
3 જાન્યુઆરી | સોમવાર | સિક્કિમમાં નવા વર્ષ અને લાસુંગની રજા |
4 જાન્યુઆરી | મંગળવાર | સિક્કિમમાં લાસુંગ તહેવારની રજા |
9 જાન્યુઆરી | રવિવાર | ગુરુ ગોવિંદ સિંહ જયંતિ સમગ્ર દેશમાં, સમગ્ર દેશમાં સપ્તાહની રજા |
11 જાન્યુઆરી | મંગળવાર | મિશનરી ડે મિઝોરમ |
12 જાન્યુઆરી | બુધવારે | સ્વામી વિવેકાનંદ જયંતિ પર રજા |
14 જાન્યુઆરી | શુક્રવાર | મકરસંક્રાતિ |
15 જાન્યુઆરી | શનિવાર | પોંગલ |
16 જાન્યુઆરી | રવિવાર | સપ્તાહની દેશવ્યાપી રજા |
23 જાન્યુઆરી | રવિવાર | નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જયંતિ |
25 જાન્યુઆરી | મંગળવાર | હિમાચલ પ્રદેશ સ્થાપના દિવસ |
26 જાન્યુઆરી | બુધવાર | સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિવસ |
31 જાન્યુઆરી | સોમવાર | આસામમાં રજા |