- બેંકના ગ્રાહકો માટે અગત્યના સમાચાર
- વિજયા બેંક અને દેના બેંક શાખાઓના IFSC કોડ 1 માર્ચથી બદલાઇ જશે
- આવી સ્થિતિમાં, આ બેંકોના ખાતાધારકોના નંબર, પાસબૂક તેમજ ચેક પણ બદલાયા છે
નવી દિલ્હી: બેંકના ગ્રાહકો માટે એક અગત્યના સમાચાર છે. વિજયા બેંક તેમજ દેના બેંક શાખાઓના IFSC કોડ 1 માર્ચથી બદલાઇ જશે. આ બંને બેંકોનો બેંક ઓફ બરોડામાં વિલય થયો છે. આવી સ્થિતિમાં, આ બેંકોના ખાતાધારકોના નંબર, પાસબૂક તેમજ ચેક પણ બદલાયા છે. તેનાથી અંદાજે 3 લાખ ખાતાધારકોને અસર થશે. હાલમાં, આ શાખાઓના IFSC કોડ ફેબ્રુઆરીના અંત સુધીમાં કાર્ય કરશે. બેંક SMS દ્વારા આ અંગે તેના તમામ ગ્રાહકોને માહિતી આપી રહી છે.
જો કે વિજયા અને દેના બેંકનું બેન્ક ઓફ બરોડામાં વિલય થયો, ગોરખપુર વિસ્તારનાં 7 તાલુકામાં આ બેંકોની લગભગ 17 શાખાઓ છે, આ શાખાઓ ફિનાયકલ-7 નામનું સોફ્ટવેર પર કામ કરતી હતી, બેંક ઓફ ઇન્ડિયામાં વિલય બાદ હવે આ બેંક ફિનાયકલ-10 સોફ્ટવેર પર કામ કરવા લાગ્યું છે. ત્યારબાદ બેંક ઓફ બરોડાનાં અધિકારીઓ વિજયા અને દેના બેંકની શાખાઓનાં IFSC કોડમાં ફેરફાર કરવામાં કાર્યરત છે. આ પહેલાં બેંકે તેના તમામ ખાતાધારકોને આ અંગે માહિતી આપી છે.
નોંધનીય છે કે બેંક ઓફ બરોડા ગોરખપુર ક્ષેત્રના જુદા જુદા જીલ્લામાં સ્થિત વિજયા અને દેના બેંકની શાખાઓનાં IFSC કોડ 1 માર્ચથી બદલાશે. આવી સ્થિતિમાં, આ શાખાઓનાં એકાઉન્ટ ધારકોએ તેમની ચૂકવણી કરતી સંસ્થાઓને નવા IFSC કોડ વિશે માહિતી આપીને તેને ફિડ કરાવી લે. જેથી કોઇપણ પ્રકારની સમસ્યાનું સર્જન ના થાય.
(સંકેત)