- આગામી દિવસોમાં બેંકમાં આવી રહી છે 8 રજાઓ
- તો કામનું પ્લાનિંગ કર્યા પહેલા રજાઓનું લિસ્ટ વાંચી લેશો
- RBIની વેબસાઇટ અનુસાર આ મહિને 8 રજા રહેશે
નવી દિલ્હી: કોરોનાનો કહેર ચાલી રહ્યો છે અને આ વચ્ચે જો તમે બેંકને લગતા કામકાજ પૂરા કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો પહેલા બેંકની રજાઓની યાદી પર નજર કરી જજો. આગામી દિવસોમાં 8 દિવસ બેંક બંધ રહેશે.
હાલમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે અને બેંકો પોતાના ગ્રાહકોને ઇન્ટરનેટ બેન્કિંગનો વપરાશ કરવાનું આગ્રહ કરી રહ્યું છે તેમ છતાં લોકો બેંકમાં રૂબરૂ જઇને કામકાજ કરવાનું હજુ પણ વધારે પસંદ કરે છે. એટલે જો તમે પણ બેંકના કોઇ પેન્ડિંગ કામકાજને લઇને બેંકની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોય તો પહેલા રજાઓની યાદી ચેક કરી લેવી આવશ્યક છે. આ મહિને હજુ પણ 8 દિવસ બેંકમાં રજા રહેશે.
જાણો બેંકમાં રજાઓનું લિસ્ટ
9 મે- રવિવાર – તમામ જગ્યાઓએ બેંક બંધ
13 મે- રમજાન ઈદના કારમે બેલાપુર, જ્મ્મૂ, કોચ્ચિ, મુંબઈ, નાગપુર, શ્રીનગર, તિરુવનંતપુરમમાં બેંક બંધ રહેશે.
14 મે – ભગવાન શ્રી પરશુરામ જયંતી, ઈદ, બસવા જયંતી, અક્ષય તૃતિયાના કારણે બેલાપુર, જ્મ્મૂ, કોચ્ચિ, મુંબઈ, નાગપુર, શ્રીનગર, તિરુવનંતપુરમમાં બેંક બંધ રહેશે.
16 મે – રવિવારે દરેક જગ્યાઓએ બેંક બંધ રહેશે.
22 મે- ચોથો શનિવાર હોવાથી દરેક જગ્યાઓએ બેંક બંધ રહેશે.
23 મે – રવિવાર હોવાથી બેંકનું કામકાજ બંધ રહેશે.
26 મે – બુદ્ધ પૂર્ણિમા. આ દિવસે અગરતલા, બેલાપુર, ભોપાલ, ચંડીગઢ, દહેરાદૂન, જમ્મૂ, નવી દિલ્હી, કોલકત્તા, કાનપુર, લખનઉ, મુંબઈ, નાગપુર, રાયપુર, રાંચી, શિમલા અને શ્રીનગરમાં બેંક બંધ રહેશે.
30 મે- રવિવાર હોવાથી બેંક બંધ રહેશે.
RBIની વેબસાઇટ પર રજાઓના લિસ્ટ પર એક નજર કરીએ તો મે મહિનામાં 12 દિવસ બેંક બંધ રહેવાની છે. તેમાં સાપ્તાહિક રજાઓ પણ સામેલ છે. હજુ આ મહિનામાં 8 રજાઓ બાકી છે. RBIની સાઇટ પર જે રજાઓ છે તેમાંની કેટલીક સ્થાનિક અને રાજ્ય સ્તરે છે.
(સંકેત)