Site icon Revoi.in

ATM ટ્રાન્ઝેક્શન ફેઇલ થવા પર રહો ચિંતામુક્ત, આ રીતે આપને પાછા મળશે રૂપિયા

Social Share

નવી દિલ્હી:  ATM મશીનમાં ઘણી વાર રોકડની અછતને કારણે ટ્રાન્ઝેક્શન થઇ શકતું નથી પરંતુ ક્યારેક તો રોકડ હોવા છત્તા ટ્રાન્ઝેક્શન શક્ય નથી બનતું અને ખાતામાં પૈસા કપાઇ જાય છે. આ બાદ પૈસા પાછા મેળવવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. જો કે હવે તમે આ બાબતે બેફિકર રહી શકો છો. કારણ કે હવે બેંક આ પૈસા ચોક્કસ સમયગાળામાં તમારા ખાતામાં જમા કરશે. RBIએ ટ્વીટ મારફતે આ જાણકારી આપી હતી.

RBIએ ટ્વીટમાં લખ્યું છે કે જો કોઇ ATM ટ્રાન્ઝેક્શન નિષ્ફળ થઇ જાય છે અને બેંક તેના નક્કી કરેલા ચોક્કસ સમયગાળામાં તે પૈસા તમારા ખાતામાં જમા નહીં કરે તો બેંકે તમને વળતર આપવાનું રહેશે. રોકડની લેવડદેવડ બાબતે RBI સમયાંતરે લોકોને જાગૃત કરવા માટે આ પ્રકારની માહિતી પૂરી પાડતી રહે છે.

એટીએમ ટ્રાન્ઝેક્શન અંગે ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું છે કે બેંકોએ નિષ્ફળ ગયેલા ATM ટ્રાન્ઝેક્શનનું રિફંડ આપવું આવશ્યક છે. આ પ્રકારના કોઇપણ ટ્રાન્ઝેક્શનની સૂચના ત્વરિત જ આપની બેંકને આપવી જરૂરી છે. ATM ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય ત્યારે 5 દિવસની અંદર ગ્રાહકના ખાતમાં પૈસા જમા કરવાની જવાબદારી બેંકની છે. જો બેંક આમ કરવામાં નિષ્ફળ નિવડે તો બેંકે દૈનિકના 100 રૂપિયાના હિસાબે વળતર ખાતાધારકને ચૂકવવાનું રહેશે.

(સંકેત)