Site icon Revoi.in

ત્રીજા ત્રિમાસિક ગાળામાં બેંકોનો નફો રૂ. 38,153 કરોડ રહેવાનો અંદાજ

Social Share

નવી દિલ્હી: કોરોનાના કપરા કાળમાંથી ભારતીય અર્થતંત્ર હવે બહાર આવી રહ્યું છે. ભારતીય અર્થતંત્રની બેંકિંગ સિસ્ટમ પણ હવે મજબૂત થઇ રહી છે. NPA સહિતના વ્યય પર કાબૂ મળી રહ્યો અને સામે પક્ષે બેંકો પણ બજારમાં ટકી રહેવા મજબૂત પ્રદર્શન કરી રહી છે. વર્ષના ત્રીજા ત્રિમાસિકગાળામાં ભારતીય બેંકોને અંદાજે 38 હજારનો નફો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

લિસ્ટેડ બેંકોનો ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર માટે ચોખ્ખો નફા વાર્ષિક ધોરણે 36.3 ટકા વધી શકે છે. આ સમયગાળા માટે બેંકો રૂ. 38,153 કરોડનો ટેક્સ બાદનો નફો રજૂ કરી શકે છે. તણાવ હેઠળની લોન માટે ઓછી જોગવાઇના કારણે મદદ નફામાં વધારો થવાની સંભાવના છે.

નોંધનીય છે કે, આ સર્વેમાં 19 લેન્ડર્સને આવરી લેવામાં આવ્યા છે જેમાં છ સરકારી બેંકો અને 13 ખાનગી ક્ષેત્રની બેંકો છે. ખાનગી તેમજ જાહેર ક્ષેત્રની બેંકોની કમાણી વધવાની શક્યતા છે પરંતુ સરકારી બેંકોની કામગીરીમાં નોંધપાત્ર સુધારો થશે.