Site icon Revoi.in

MSME ઉદ્યોગોને રાહત માટે બેંકોએ 1.30 લાખ કરોડ રૂપિયાની લોન કરી મંજૂર

Social Share

કેન્દ્ર સરકાર દ્વારા થોડાક સમય અગાઉ સુક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગો માટે 3 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરા કરવામાં આવી હતી. તે કુલ પેકેજમાંથી અત્યારે 43 ટકા હિસ્સાને મંજૂરી આપવામાં આવી છે. બેંકો દ્વારા અત્યારસુધી ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ અંતર્ગત 43.5 રકમ મંજૂર કરવામાં આવી છે. 1 જુલાઇ સુધી 1.10 લાખ કરોડ રૂપિયાની લોન મંજૂર કરાઇ હતી જે હવે વધીને 1.30 લાખ કરોડને પાર પહોંચી છે.

23 જુલાઇ સુધી બેંકો દ્વારા 3 લાખ કરોડ રૂપિયાના પેકેજમાંથી બેંકોને 82,065 કરોડ રૂપિયાના પેકેજ જાહેર કરી દીધા છે. કેન્દ્ર સરકારના પેકેજ અંતર્ગત બેંક દ્વારા 3 લાખ કરોડ રૂપિયા સુધીની રકમ જાહેર કરવાની છે.

આગામી ત્રણ માસ દરમિયાન બેંકો દ્વારા MSMEને 3 લાખ કરોડ રૂપિયાનો નિર્ધારિત લક્ષ્યાંક અનુસાર રાહત આપી દેવાય તેવી શક્યતા છે. જે એમએસએમઇનું ટર્નઓવર 100 કરોડ રૂપિયા સુધીનું છે તેમને આ લોનની સેવા આપવામાં આવી રહી છે.

(સંકેત)