Site icon Revoi.in

એપ્રિલ મહિનામાં બેંકોના કામ વહેલા પૂર્ણ કરજો, 15 દિવસ બેંક રહેશે બંધ

Social Share

નવી દિલ્હી: માર્ચ મહિનો પૂર્ણ થવાને આરે છે ત્યારે એપ્રિલ મહિનામાં જો તમે બેન્કિંગને લગતા કામકાજ માટે પ્લાનિંગ કરી રહ્યા હોય તો એ પહેલા આ વાંચી લેજો. કારણ કે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાની વેબસાઇટ અનુસાર એપ્રિલમાં રામ-નવમી, ગુડ ફ્રાઇડે, બિહુ, બાબુ જગજીવન રામના જન્મ દિવસ જેવા કેટલાક તહેવારોનો સમાવેશ થાય છે. એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં માત્ર 3 દિવસ જ બેંકને લગતા કામકાજ થશે. પહેલી અને બીજી એપ્રિલે બેંકમાં કામકાજ નહીં થાય.

એપ્રિલ 2021 Bank Holidays List
– 01 એપ્રિલે બેંકોના વાર્ષીક હિસાબનું ક્લોઝિંગ હોવાથી સરકારી અને ખાનગી બેંક બંધ રહેશે

– 02 એપ્રિલે ગુડ ફ્રાઈડે હોવાથી કેટલાક રાજ્યોની બેંક બંધ રહેશે

-05 એપ્રિલે બાબુ જગજીવન રામના જન્મ દિવસ પર હૈદરાબાદમાં બેંક બંધ રહેશે

– 06 એપ્રિલે તમિલનાડુમાં વિધાનસભા 2021ની ચૂંટણી હોવાથી ચેન્નાઈમાં ખાનગી અને સરકારી બેંકો રહેશે બંધ

– 13 એપ્રિલે ગુડી પડવાનો તહેવાર હોવાથી બેંક રહેશે બંધ

– 14 એપ્રિલે ડૉ.બાબાસાહેબ આંબેડકર જયંતી/તમીલ ન્યુ યર ડે/ વીશુ/ ચિરોબા/ બોહાગ બિહુના તહેવારના કારણે કેટલાક રાજ્યોમાં બેંક બંધ રહેશે

– 15 એપ્રિલે હિમાચલ દિવસ, બંગાળી ન્યુ યર ડે, બોહાગ બિહુ, સરહુલના તહેવારને લઈને અગરતલાસ ગુવાહાટી, કોલકાતા, રાંચી અને શીમલાની બેંક બંધ રહેશે

– 16  એપ્રિલે બોહાગ બિહુના તહેવાર પર ગુવાહાટીમાં બેંક બંધ રહેશે

– 21 એપ્રિલે રામ નવમી અને ગરીયા પુજાના તહેવાર પર અગરતલા, અમદાવાદ, બોલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, દેહરાદુન,ગંગટોક, હૈદરાબાદ, જયપુર, કાનપુર, લખનઉ, મુંબઈ, નાગપુર, પટના, રાંચી અને શીમલામાં બેંકનું કામકાજ નહીં થાય

– રવિવારના દિવસ સિવાય બીજા અને ચોથા શનિવારે બેંક બંધ રહે છે. 4, 11, 18 અને 25 એપ્રીલે રવિવાર છે જ્યારે 10 અને 24 એપ્રિલે બીજો અને ચોથો શનિવાર આવે છે જેથ બેંકમાં રજા રહેશે

(સંકેત)