નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં વર્ષ 2021 દરમિયાન ભારે ઉથલપાથલ જોવા મળી હતી. બિટકોઇનથી માંડીને ઇથેરિયમ અને અન્ય ક્રિપ્ટોકરન્સીમાં કડાકો બોલી ગયો હતો. વર્ષ 2022માં પણ વોલેટિલીટી જોવા મળી શકે છે.
અત્યારે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બિટકોઇન અને ઇથેરિયમ સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી પૈકીની એક છે. માર્કેટ વેલ્યુ પ્રમાણે ટોચના ત્રણ મોટા ડિજીટલ ટોકન્સમાં બાયનાન્સ કોઇન અથવા તો બીએનબી તેના બે હરીફ કરતં પણ ઘણુ સારુ પર્ફોમ કરી રહ્યો છે. ક્રિપ્ટો એક્સચેન્જ બાયનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડ દ્વારા બાઇનાન્સ કોઇન લોંચ કરવામાં આવ્યો છે. અર્કેન રિસર્ચના જણાવ્યા અનુસાર વર્ષ 2021માં તેમાં 1,300 ટકાનો ઉછાળો નોંધાયો છે. જ્યારે તેની તુલનામાં વન ક્રિપ્ટો કોઇન બિટકોઇનમાં 65 ટકા અને બીજા સૌથી મોટા કોઇન ઇથરમાં 408 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
બાઈનાન્સ વોલ્યુમની દ્રષ્ટીએ વિશ્વનું સૌથી મોટું ક્રિપ્ટો એક્સચેન્જ છે અને આ એક્સચેન્જ પર બીએનબી વધારે ઉપયોગામાં લેવામાં આવે છે. આ બાઈનાન્સ સ્માર્ટ ચેઈનની નેટિવ કરન્સી છે. બાઈનાન્સ સ્માર્ટ ચેઈન એક બ્લોકચેઈન પ્લેટફોર્મ છે જે ડિસેન્ટ્રલાઈઝ્ડ ફાઈનાન્સ અને અન્ય એપ્લિકેશન્સને સપોર્ટ કરે છે.
હાલમાં રોકાણકારો ડિજિટલ એસેટ્સમાં વધારે રસ ધરાવી રહ્યા છે જેના કારણે અન્ય અલ્ટરનેટિવ કોઈન્સ અથવા તો અલ્ટકોઈન્સમાં પણ 2021માં મોટો ઉછાળો જોવા મળ્યો છે.
નોંધનીય છે કે, “જ્યારે બિટકોઇને 2021માં મજબૂતાઈ બતાવી હતી, ત્યારે અમે મૂડીનો સતત પ્રવાહ એલ્ટકોઇન્સમાં ઘટતો જોયો છે,” એમ રિસર્ચ ફર્મે લખ્યું હતું. ફર્મના એનાલિસ્ટ્સે મેટાવર્સ અને ગેમફાઈ સાથે સંબંધિત ટોકન્સમાં સૌથી મજબૂત વેગની આગાહી કરી છે.