Site icon Revoi.in

ક્રિપ્ટોકરન્સીમાં તેજી: બિટકોઇનની કિંમત રેકોર્ડ 16 લાખ રૂપિયાને પાર

Social Share

ક્રિપ્ટોકરન્સીનો ટ્રેન્ડ દિવસે દિવસે વધી રહ્યો છે. ક્રિપ્ટોકરન્સી બિટકોઇન આ વર્ષે રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. ગઇ કાલે તેમાં 4.5 ટકાનો વધારો થયો હતો. આ સાથે જ બિટકોઇનની કિંમત 20,440 ડોલર એટલે કે આશરે 15 લાખ રૂપિયા પ્રતિ યુનિટ પર પહોંચી ગઇ છે. તેજી હજુ અટકી નથી અને તેની કિંમત 16 લાખને વટાવી ગઇ છે. આ વર્ષે તેની કિંમતમાં 170 ટકાની વૃદ્વિ જોવા મળી છે. ઝડપથી નફો રળવા માટે રોકાણકારો ક્રિપ્ટોકરન્સી તરફ જઇ રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ વર્ષે અત્યારસુધીમાં તેની કિંમતમાં 170 ટકાનો વધારો થયો છે. કોરોના બાદ માર્ચમાં બિટકોઇની કિંમત 4000 ડોલર પ્રતિ યુનિટથી નીચે પહોંચી ગઇ હતી. પરંતુ હવે ડોલર નબળો થવાને કારણે બિટકોઇન ઝડપથી ઉપર આવ્યો છે. વધુમાં સોનાની કિંમતમાં થયેલ ઘટાડાને પગલે રોકાણકારોને ક્રિપ્ટોકરન્સીમાં રસ જાગ્યો છે.

નોંધનીય છે કે વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ ફર્મ બ્લેકરોકે એવું અનુમાન વ્યક્ત કર્યું છે કે સેફ હેવન ચોઇસ તરીકે બિટકોઇન એક દિવસ સોનાનું સ્થાન લઇ શકે છે. તેને પણ બિટકોઇનની કિંમતોમાં તેજીનું કારણ માનવામાં આવે છે. નાની ક્રિપ્ટોકરન્સીમાં જેની ગણતરી થાય છે તેમાં ઇથેરિયમ, લાઇટકોઇન અને સ્ટેલરની કિંમતોમાં પણ વધારો થયો છે.

(સંકેત)