Site icon Revoi.in

અંતે બિટકોઇનનો ફુગ્ગો ફૂટ્યો, ભાવમાં 10 ટકાનો કડાકો

Social Share

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી બિટકોઇનમાં રોકાણ કરનારા લોકોને સારું રોકાણ મળી રહ્યું હતું પરંતુ અચાનક જ બિટકોઇનની કિંમતમાં કડાકો બોલી જતા તે 57,000 ડોલરથી તૂટીને 51,000 ડોલર પર આવી ગઇ છે. જેની અસર આર્થિક બજારમાં જોવા મળી રહી છે.

વર્તમાન સમયમાં બિટકોઇન વિશ્વમાં સૌથી મોટી ડિજીટલ કરન્સી છે. જે માત્ર યુએસ સુધી સીમિત છે. એલન મસ્કે ટ્વિટમાં જણાવ્યું હતું કે જે પણ ચૂકવણી કંપનીને બિટકોઇનથી કરવામાં આવશે તેને બિટકોઇનના રૂપે જ રાખવામાં આવશે.

અમેરિકી ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પૉવેલે દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું. નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે “આર્થિક બજારમાં અસ્થિરતાને કારણે સૌથી જૂની ક્રિપ્ટોકરન્સીદ્વારા ચૂકવણી કરવી યોગ્ય નથી”. આ પ્રકારે રોકાણ કરવાથી જોખમ વધી શકે છે. આ પ્રકારના નિવેદન બાદ આર્થિક બજારમાં બિટકોઈનની કિંમતમાં 10થી 15 ટકાનો ઘટાડો થયો છે. ગુરુવારે બિટકોઈનની કિંમતમાં ઘટાડો થતા તે 52,250 ડોલર પર આવી ગયું છે.

ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન કરતી કંપની ટેસ્લાના ફાઉન્ડર એલન મસ્કે તાજેતરમાં ટેસ્લા કારની ખરીદી બિટકોઈનથી કરી શકાશે તેવું ટ્વિટ કર્યું હતું. જે બાદ અનેક કંપનીઓએ બિટકોઈનમાં રોકાણ કર્યું હતું. ટેસ્લા સહિત અનેક કંપનીઓએ ડિજિટલ કરન્સીના ભાગરૂપે બિટકોઈનને મંજૂરી આપી હતી.

(સંકેત)