Site icon Revoi.in

બિટકોઇનમાં જોરદાર તેજી, 1 બિટકોઇનની કિંમત 23 લાખ રૂપિયાને પાર

Social Share

શેરમાર્કેટની સાથોસાથ હવે ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં પણ તેજી જ તેજી જોવા મળી રહી છે. નવા વર્ષના પ્રારંભમાં બિટકોઇનની કિંમતે તમામ રેકોર્ડ તોડતા નવો રેકોર્ડ બનાવ્યો છે. 1 જાન્યુઆરીના રોજ બિટકોઇન 29000 ડોલરને પાર નીકળી ગયો અને 2 જાન્યુઆરીએ તેની કિંમત 32 હજાર ડોલર (અંદાજે 23.33 લાખ રૂપિયા)ને પાર કરી ગઇ હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે નવા વર્ષે તમામ બજાર બંધ હોવાને કારણે બિટકોઇનમાં તેજી જોવા મળી હતી. 1 બિટકોઇનની કિંમત 23.83 લાખ રૂપિયા રહી છે.

નાણાં નિષ્ણાતોનું મંતવ્ય માનીએ તો બિટકોઇન સ્પેક્યુલેટિવ એસેટ્સ તરીકે ઉભરી રહી હોવાથી તેના મૂલ્યમાં સતત વધારો થઇ રહ્યો છે. બિટકોઇનનો સોનાની જેમ સંગ્રહ થતો નથી. આમ છત્તાં, સોના કરતાં તેમા વધુ વળતર જોવા મળી રહ્યું છે. ભૂતકાળમાં બિટકોઇનમાં 10 ગણો, 20 ગણો, 30 ગણો ઉછાળો એક વર્ષમાં જ જોવા મળ્યો છે. જે જોતા નવા વર્ષમાં પણ તેમાં ઉછાળો જોવા મળશે તેવો મત નાણાં નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

બિટકોઇન એક ડિજીટલ એસેટ્ છે, તમે બિટકોઇનને એક ડિજીટલ કરન્સી પણ કહી શકો છો. બિટકોઇન સોફ્ટવેર બેઝ્ડ કરન્સી છે એટલે બિટકોઇનની જે ટ્રેન્ડિંગ હોય છે, તે સોફ્ટવેર દ્વારા થાય છે. તેનો જે પણ રેકોર્ડ હોય છે તે સોફ્ટવેરની અંદર રહે છે.

અર્થાત્ તેનો કોઇ એક માલિક નથી હોતો. બિટકોઇન કોઇની વ્યક્તિગત સંપત્તિ નથી. કોઇપણ દેશ અથવા કંપનીના બિટકોઇન કોઇપણ ખરીદી શકે છે અને કોઇપણ તેનો ઉપયોગ કરી શકે છે. બિટકોઇન દ્વારા તમે ઇન્ટરનેટના માધ્યમથી કોઇપણ ખરીદી કરી શકે છે અને કોઇપણ તેનો ઉપયોગ કરી શકે છે.

નોંધનીય છે કે બિટકોઇન દ્વારા તમે ઇન્ટરનેટના માધ્યમ પરથી તમે કંઇપણ ખરીદી શકો છો અને કંઇપણ વેચીને બિટકોઇન કમાઇ શકો છો. અનેક કંપનીઓ બિટકોઇન પ્રોવાઇડ કરે છે. તમે તેમાંથી કોઇપણ કંપની પોતાનું એકાઉન્ટ ખોલીને બિટકોઇનનું વેચાણ પણ શરૂ કરી શકો છો.

(સંકેત)