Site icon Revoi.in

દેશમાં બિઝનેસ એક્ટિવિટી સતત છઠ્ઠા સપ્તાહે વધી: નોમુરા

Social Share

નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન દેશના અનેક રાજ્યોમાં લોકડાઉનથી માંડીને આંશિક પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા જેને કારણે આર્થિક ગતિવિધિઓને બ્રેક વાગી હતી જો કે હવે કોરોનાની બીજી લહેર ઓછી થતા અનેક પ્રતિબંધો ઓછા થતા હવે બિઝનેસ પ્રવૃત્તિઓ સતત 6 સપ્તાહ વધી છે.

નોમુરા ઇન્ડિયા બિઝનેસ રિઝમ્પશન ઇન્ડેક્સ ચાર જૂને પુરા થતા સપ્તાહ માટે વધીને 91.3 ટકા રહ્યો છે જે આ અગાઉના સપ્તાહે 86.3 ટકા હતો. આ ઇન્ડેક્સ મહામારીના પહેલાના આંકડાથી ફક્ત 8.7 ટકા અને બીજી લહેર પહેલાની તુલનાએ 3.6 ટકા ઓછો છે.

ગયા અઠવાડિયાની સરખામણીએ વિજળી માંગ 6.9 ટકા વધી. ગયા સપ્તાહે તેમાં 7.8 ટકાની વૃદ્ધિ થઈ હતી. જો કે, શ્રમ ભાગીદારી દર ઘટીને 39.6 ટકા રહી. નોમુરા અનુસાર, વિનિર્માણ પીએમઆઈ અને સેવા પીએમઆઈ (પર્ચેજિંગ મેનેજર્સ ઈન્ડેક્સ)માં ઘટાડો અને રેલવે નૂર રેવેન્યૂ સ્થિર રહેવા છતાં નિકાસ-આયાત, જીએસટી ઈ-વે બિલ અને વાહન તથા ડીઝલ વેચાણ મેની સરખામણીએ જૂનમાં સુધરી છે.

બ્રોકરેજ કંપની અનુસાર, મહામારીની બીજી લહેરની અર્થવ્યવસ્થા પર અસર જૂન ક્વાર્ટર સુધી સીમિત રહેવાની સંભાવના છે. તેણે ચાલુ નાણાકીય વર્ષ 2021-22 માટે આર્થિક વૃદ્ધિ દર 10.4 ટકા રહેવાનું અનુમાન રાખ્યું છે.