- જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં બિઝનેસ સેન્ટિમેન્ટ સુધર્યું
- આ સમયગાળામાં બિઝનેસ સેન્ટિમેન્ટ 90% વધીને 2 વર્ષની ટોચે
- આર્થિક ગતિવિધિઓના ધમધમાટથી આ શક્ય બન્યું
નવી દિલ્હી: કોરોના રોગચાળાની અસરથી ભારતીય અર્થતંત્ર ધીરે ધીરે બહાર આવી રહ્યું છે. કોરોનાની બીજી લહેરને કારણે દેશને આર્થિક અને સામાજીક રીતે મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. જો કે હવે તકેદારીના પગલાં તેમજ ઝડપી રસીકરણના ફળસ્વરૂપે દેશમાં આર્થિક ગતિવિધિઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.
કોરોનાની અસર ધીરે ધીરે હળવી થતા બીજા ત્રિમાસિક ગાળામાં બિઝનેસ કોન્ફિડન્સ ઇન્ડેક્સ 90 ટકાનો શાનદાર સુધારો જોવા મળ્યો છે. સંશોધન સંસ્થા નેશનલ કાઉન્સિલ ઑફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ અનુસાર પ્રથમ ત્રિમાસિક ગાળાની તુલનામાં જુલાઇ-સપ્ટેમ્બરમાં ઇન્ડેક્સ 90 ટકા સુધી વધ્યો છે.
ઈન્ડેકસ ગત વર્ષે સપ્ટેમ્બર ત્રિમાસિકગાળામાં 80થી વધીને 117.4 થયો છે,જે અગાઉના કવાર્ટરમાં 65 હતો. કોરોના પૂર્વેના સમયગાળાથી જોઈએ તો 2019-20ના બીજા ત્રિમાસિકગાળાના 103.1થી 13.8% વધુ છે એટલેકે બે વર્ષ બાદ ઈન્ડેકસ આ લેવલે પહોંચ્યું છે.
નોંધનીય છે કે, NCAER એ એક નોટમાં માહિતી આપી છે કે, બિઝનેસ કોન્ફિડન્સ ઇન્ડેક્સે ત્રિમાસિક ધોરણે 90 ટકા અને વાર્ષિક ધોરણે લગભગ 80 ટકા જેટલી વૃદ્વિ નોંધાવી છે. સપ્ટેમ્બર, 2021માં NCERએ 118મો બિઝનેસ એક્સપેક્ટન્સી સર્વે હાથ ધર્યો હતો.