Site icon Revoi.in

હવે રેડીમેડ કપડાં-જૂતા વધુ મોંઘા થશે, હવે તેની પર 12 ટકા GST લાગુ પડશે

Social Share

નવી દિલ્હી: એક તરફ મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે હવે આમ જનતાને ફરી એકવાર આંચકો લાગી શકે છે. પેટ્રોલ-ડીઝલ અને રાશન બાદ હવે રેડિમેડ કપડાં, ટેક્સટાઇલ અને ફૂટવેર પણ મોંઘા થવાની સંભાવના છે. જાન્યુઆરી 2022થી નવા દર લાગૂ થવા જઇ રહ્યા છે. આ ચીજવસ્તુઓ મોંઘી થવા પાછળનું કારણ એ છે કે સરકારે કપડાં, ટેક્સટાઇલ અને ફૂટવેર જેવા ફિનિસ્ડ પ્રોડક્ટ પર જીએસટી દર 5 ટકાથી વધારીને 12 ટકા કર્યો છે.

સેટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC)એ એક નોટિફિકેશન જારી કરીને જણાવ્યું છે કે, જાન્યુઆરી 2022થી જીએસી દરો 5 ટકાથી વધારીને 12 ટકા થઇ જશે. આ સાથે કોઇપણ કિંમતના બનેલા કપડાં પર જીએસટીના દર પણ 12 ટકા લાગુ પડશે.

બીજી તરફ વણાટવાળા કપડાં, સેન્થેટિક યાર્ન, પાઇલ ફેબ્રિક્સ, બ્લેંકેટ્સ, ટેંટ, ટેબલ ક્લોથ જેવા કપડાં પર પણ જીએસટી દર 5 ટકાથી વધારીને 12 ટકા કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ કોઇપણ મૂલ્યના ફૂટવેર પર લાગૂ જીએસટી દર પણ 12 ટકા કરી દેવામાં આવ્યો છે.

જો કે સરકારના આ નિર્ણય વિરુદ્વ ક્લોથિંગ મેન્યૂફેક્ચરિંગ એસોસિએશન ઑફ ઇન્ડિયાએ નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, અપેરલ્સ પર જીએસટી દર વધારવાનો નિર્ણય નિરાશાજનક છે અને તેઓએ સરકારને જીએસટી દરમાં ફેરફાર લાગૂ ના કરવા માટે અપીલ કરી છે.