Site icon Revoi.in

અમેરિકાના 38 રાજ્યોએ આ મુદ્દે ગૂગલ સામે કર્યો કેસ

Social Share

વોશિંગ્ટન: અમેરિકાના 38 રાજ્યોએ ગૂગલ સામે ગંભીર આરોપ લગાવીને કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. ફેસબૂક સાથે મળીને ગૂગલે ઑનલાઇન જાહેરાતોના માર્કેટમાં મોનોપોલી સર્જી હોવાનો આરોપ આ રાજ્યોએ મૂક્યો છે.  આ સંયુક્ત અરજીની સુનાવણી વોશિંગ્ટનની કોર્ટમાં થશે. અગાઉ આ જ મુદ્દે ફેસબૂક સામે પણ ફરિયાદ દાખલ થઇ ચૂકી છે.

અમેરિકાના 38 રાજ્યોએ ગૂગલ સામે ગંભીર આરોપા મૂકતા કહ્યું છે કે ફેસબૂક સાથે મળીને ગૂગલે ઓનલાઇન જાહેરાતોના માર્કેટમાં ગોટાળો કર્યો છે. જાહેરાતના માર્કેટને કબ્જે કરીને વર્ચસ્વ જમાવ્યું છે. જેને કારણે ગ્રાહકોને નુકસાન થઇ રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કોલોરાડોના એટર્ની જનરલ ફીલ વેઈઝર અને ટેક્સાસના એટર્ની જનરલ કેન પેક્સટને એક સંયુક્ત અરજી વૉશિંગ્ટનની કોર્ટમાં દાખલ કરી છે. શરૂઆતમાં 10 રાજ્યો આ અરજીમાં સામેલ થયા હતા, પરંતુ હવે કુલ 38 રાજ્યો આ અરજીમાં સામેલ થયા હોવાથી ગૂગલની મુશ્કેલી વધી ગઈ છે.

ગૂગલ સામે 38 રાજ્યોએ કેસ દાખલ કર્યો કે એ વખતે બધા જ રાજ્યોના એટર્ની જનરલ હાજર રહ્યા હતા. બધા રાજ્યો વધી એક સંયુક્ત નિવેદનમાં કહેવાયું હતું. ગૂગલની મોનોપોલીના કારણે ગ્રાહકોને ઊંચા દામ આપવા પડશે અન છત્તાં ઉચ્ચ ગુણવત્તાની સર્વિસના વિકલ્પ પ્રાપ્ત થશે કે કેમ તે અંગે સવાલો સર્જાશે. સ્પર્ધા ના હોવાના કારણે ગ્રાહકોને કોઇ ફાયદો થશે નહીં.

ઓનલાઈન જાહેરાતોના ઊંચા ભાવ અને નીચી ગુણવત્તાથી ઓનલાઈન માર્કેટની લાંબાંગાળાની સ્પર્ધા સાવ ખતમ થઈ જશે. રાજ્યોના આરોપ છે કે ગૂગલ ફેસબુક સાથે મળીને પ્રતિસ્પર્ધા ખતમ કરવા માગે છે, આવી મોનોપોલી સર્જવી તે પ્રતિસ્પર્ધાના રાજ્યોના કાયદાનો ભંગ છે.

(સંકેત)