Site icon Revoi.in

કેન્દ્ર સરકારને પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીથી થાય છે અધધ…આવક, જાણો આંકડા

Social Share

નવી દિલ્હી: સરકારે દર વર્ષે પેટ્રોલ અને ડીઝલથી મોટા પાયે આવક થાય છે. સંસદમાં સરકારને તેનાથી થયેલી આવક અંગે જાણકારી આપવામાં આવી છે.

વર્ષ 2020-21માં સરકારને એક્સાઇઝ ડ્યુટીથી 3.72 લાખ કરોડ રૂપિયા મળ્યા હતા. બીજા શબ્દોમાં કહીએ તો સરકારની રોજની આવક 1000 કરોડ રૂપિયા કરતાં વધારે હતી. આ જ આવક વર્ષ પહેલા પ્રતિ દિવસ 488 કરોડ રૂપિયા જેટલી હતી. કેન્દ્રના રાજ્યકક્ષાના નાણા મંત્રી પંકજ ચૌધરીએ આ જાણકારી આપી હતી.

મંત્રાલયે કહ્યુ હતુ કે, પ્રતિ લિટર પેટ્રોલ માટે, રૂ. 1.40 મૂળભૂત આબકારી જકાત તરીકે, રૂ. 11 વધારાની આબકારી જકાત તરીકે, રૂ. 13 (રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ), અને રૂ. 2.5 કૃષિ અને વિકાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ તરીકે વસૂલવામાં આવે છે. કુલ રકમ રૂ. 27.90 થવા જાય છે. જ્યારે ડીઝલ માટે રૂ. 1.80 મૂળભૂત આબકારી જકાત, રૂ. 8 વિશેષ આબકારી જકાત, રૂ. 8 (રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ), રૂ. 4 કૃષિ અને વિકાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ તરીકે. એટલે કે કુલ રૂ. 21.80 રુપિયા ડ્યુટી છે.

નોંધનીય છે કે, 2020-21ના વર્ષમાં રાજ્ય સરકારોને તેમાંથી આપવામાં આવેલી ટેક્સની રકમ 20000 કરોડ રુપિયા જેટલી થવા જતી હતી.હાલના સમયમાં પેટ્રોલ પર બેઝિક એક્સાઈઝ ડ્યુટી 1.40 રુપિયા અને ડિઝલ પર 1.80 રુપિયા છે.