1. Home
  2. ગુજરાતી
  3. SBIએ નિયમોમાં કર્યો ફેરફાર, હવે 1 મહિનામાં 4 થી વધુ વખત નાણાં ઉપાડશો તો ચાર્જ લાગશે

SBIએ નિયમોમાં કર્યો ફેરફાર, હવે 1 મહિનામાં 4 થી વધુ વખત નાણાં ઉપાડશો તો ચાર્જ લાગશે

0
Social Share
  • SBIએ નાણા ઉપાડને લગતા નિયમોમાં કર્યો ફેરફાર
  • હવે 1 મહિનામાં 4થી વધુ વખત નાણાં ઉપાડશો તો લાગશે ચાર્જ
  • તે ઉપરાંત એક વર્ષમાં 10 ચેકવાળી એક જ ચેકબુક ફ્રી મળશે

નવી દિલ્હી: જો તમે પણ Sbi ના ગ્રાહક છો તો તમારા માટે એક મહત્વના સમાચાર છે. એસબીઆઇમાં બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝીટ ખાતું ધરાવતા ગ્રાહકો જો એક મહિનામાંથી ચારથી વધુ વખત નાણાં ઉપાડશે તો તેના પર ચાર્જ વસૂલ કરશે.

ચેકબૂકના પણ નિયમ બદલાયા

તે ઉપરાંત એક વર્ષમાં 10 ચેકવાળી એક જ ચેકબુક ફ્રી મળશે જ્યારે એકથી વધારે ચેક બુક માટે ચાર્જ વસૂલ કરવામાં આવશે. BSBD ખાતાઓના સર્વિસ ચાર્જમાં 1 જુલાઇ, 2021થી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફાર અનુસાર એડિશનલ વેલ્યૂ એડેડ સર્વિસીસ માટે 15 રૂપિયાથી 75 રૂપિયા વસૂલ કરવામાં આવશે.

બીએસબીડી એકાઉન્ટ હોલ્ડરો માટે નોન ફાઇનાન્સિયલ અને ટ્રાન્સફર ટ્રાન્ઝેકશન  શાખાઓ, એટીએમ, સીડીએમ(કેશ ડિસ્પેન્ડિંગ મશીન)માં ફ્રી રહેશે. એસબીઆઇના જણાવ્યા અનુસાર ચારથી વધુ વખત નાણા ઉપાડવા બદલ 15 રૂપિયા(જીએસટી અલગ)નો ચાર્જ વસુલ કરવામાં આવશે. બ્રાન્ચ અને એટીએમમાંથી એક મહિનામાં ચારથી વધુ વખત નાણા ઉપાડવા બદલ  ચાર્જ વસૂલ કરવામાં આવશે.

વર્ષમાં 10 ચેકવાળી એક ચેકબુક ફ્રી રહેશે. ત્યાર પછી  10 ચેકવાળી બીજી ચેકબુક માટે 40 રૂપિયા (જીએસટી અલગ) ચાર્જ વસૂલ કરવામાં આવશે. જો કે સિનિયર સિટિઝનને વર્ષમાં 10 ચેકના મર્યાદિત ઉપયોગમાંથી મુક્તિ આપવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code