Site icon Revoi.in

ફેબ્રુઆરીમાં પેટ્રોલની કિંમતમાં 16 વખત વધારો થયો, માર્ચમાં 61 પૈસાનો ઘટાડો

Social Share

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સરકારી ઓઇલ કંપનીઓએ સતત ત્રીજા દિવસે કોઇ ફેરફાર કર્યો નથી. આપને જણાવી દઇએ કે ફેબ્રુઆરી મહિનામાં પેટ્રોલની કિંમતમાં 16 વખત વધારો ઝીંકાયો હતો. જેના કારણે પેટ્રોલ 4.74 રૂપિયા મોંઘું થયું હતું. જ્યારે માર્ચ મહિનામાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ત્રણ વખત ઘટાડો થયો હતો. આમ છતાં લગભગ દરેક શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આ સમયે ઑલ ટાઇમ હાઇ છે.

ફેબ્રુઆરી મહિનાની વાત કરીએ તો પેટ્રોલની કિંમત 16 વખત વધી હતી. જેના પગલે પેટ્રોલ 4.74 રૂપિયા મોંઘું થયું હતું. જ્યારે ડીઝલની કિંમતમાં પણ 16 વખત વધારો થયો હતો. જેના પગલે ડીઝલ 4.52 રૂપિયા મોંઘું થયું હતું.

માર્ચમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ત્રણ વખત ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ પેટ્રોલ ફક્ત 61 પૈસા અને ડીઝલ ફક્ત 60 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું છે.

જાણો પેટ્રોલ ડીઝલની આજની કિંમત:

>>દિલ્હી- પેટ્રોલ 90.56 રૂપિયા અને ડીઝલ 80.87 રૂપિયા પ્રતિ લીટર છે
>>મુંબઈ- પેટ્રોલ 96.98 રૂપિયા અને ડીઝલ 87.96 રૂપિયા પ્રતિ લીટર છે
>>કોલકાતા- પેટ્રોલ 90.77 રૂપિયા અને ડીઝલ 83.75 રૂપિયા પ્રતિ લીટર છે
>>ચેન્નઈ- પેટ્રોલ 92.58 રૂપિયા અને ડીઝલ 85.88 રૂપિયા પ્રતિ લીટર છે
>> નોઇડા- પેટ્રોલ 88.91 રૂપિયા અને ડીઝલ 81.33 રૂપિયા પ્રતિ લીટર છે
>> બેંગલુરુ- પેટ્રોલ 93.59 રૂપિયા અને ડીઝલ 85.75 રૂપિયા પ્રતિ લીટર છે
>> ભોપાલ- પેટ્રોલ 98.58 રૂપિયા અને ડીઝલ 89.13 રૂપિયા પ્રતિ લીટર છે
>> ચંદીગઢ- પેટ્રોલ 87.14 રૂપિયા અને ડીઝલ 80.57 રૂપિયા પ્રતિ લીટર છે
>> પટના- પેટ્રોલ 92.89 રૂપિયા અને ડીઝલ 86.12 રૂપિયા પ્રતિ લીટર છે
>> લખનઉ- પેટ્રોલ 88.85 રૂપિયા અને ડીઝલ 81.27 રૂપિયા પ્રતિ લીટર છે

(સંકેત)