Site icon Revoi.in

CNG-PNG ગેસના ભાવમાં ઘટાડો, જાણો તમારા કેટલા રૂપિયા બચશે?

Social Share

નવી દિલ્હી:  ઑક્ટોબરના પ્રારંભમાં જ નાગરિકો માટે પોઝિટિવ ન્યૂઝ છે. CNG ગેસના ભાવમાં આજથી 7 થી 8 ટકાનો ઘટાડો થશે. કેન્દ્ર સરકારે CNG ગેસમાં 24 ટકાનો ઘટાડો જાહેર કરતા ગેસ સસ્તો થયો છે. નોંધપાત્ર છે કે રાજ્યમાં અંદાજીત 22 લાખથી વધુ ગ્રાહકો CNG ગેસનો વપરાશ કરે છે. આ તમામ ગ્રાહકોને ફાયદો થશે. CNGના કિલોદીઠ ભાવમાં રૂ.4 જેટલો ઘટાડો થશે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, સીએનજી અને રસોડામાં વપરાતા પીએનજીના ભાવમાં 25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી વાહનોમાં પુરવામાં આવતા સીએનજીના ભાવમાં 7 થી 8 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે, જ્યારે રસોડામાં વપરાતા પીએનજીમાં પણ સાતથી આઠ ટકાનો ઘટાડો થવાની શક્યતા છે. જેનો અંદાજે 22 લાખથી વધુ ગ્રાહકોને ફાયદો થશે. અત્યારે કિલોદીઠ સીએનજીના 53 રૂપિયાથી વધુ લેવામાં આવે છે. ત્યારે કિલોદીઠ ભાવમાં ચાર રૂપિયાનો ઘટાડો થશે.

પીએનજીના ભાવમાં 25 ટકાનો ઘટાડો કરી દેવાની જાહેરાત કરી
કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ પ્લાન્ડિંગ એન્ડ એનાલિસિસ સેલે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં વાહનોમાં વપરાતા સીએનજીને રસોડામાં વપરાતી પીએનજીના ભાવમાં 25 ટકા ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. પરિણામે વાહનોમાં વપરાતા સીએનજીમાં સાતથી આઠ ટકાનો ઘટાડો ત્યારે રસોડોમાં વપરાશ થતા પીએનજીમાં પણ સાતથી આઠ ટકાનો ઘટાડો જોવામાં આવી રહ્યો છે. ત્યારે આ સંજોગોમાં સીએનજીના ભાવ કીલોદીઠ રૂપિયા 50ની નીચે ઉતરી જવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે હાલમાં કીલો દીઠ સીએનજીમાં 53.10 રૂપિયા લેવામાં આવી રહ્યા છે.

બીજી તરફ ગુજરાતમાં સીએનજી અને પીએનજીના વેપાર સાથે સંકળાયેલી ગુજરાત ગેસ, અદાણી ગેસ, ટોરોન્ટ ગેસ, ગેઇલ ગેસ જેવી કંપનીઓને તેમના સપ્લાય ભાવમાં 8 ટકા જેટલો ઘટાડો કરવો પડશે. મહત્વનું છે કે સરકારે MMBTU દીઠ ગેસના ભાવમાં 2.3 ડોલરથી ઘટાડીને 1.79 ડોલર કરી દીધા છે. આમ કેન્દ્ર સરકારે તેના ભાવમાં ઘટાડો કરી દીધો છે.

નોંધનીય છે કે ગુજરાતમાં અંદાજે 10 લાખથી વધુ વાહનોમાં સીએનજીનો વપરાશ થાય છે. તેના ભાવાં પણ કિલો 4ની આસપાસનો ઘટાડો આવી શકેછે.

(સંકેત)