Site icon Revoi.in

અર્થતંત્રમાં રિકવરીના સંકેત છતાં વ્યાવસાયિક વાહનોનું વેચાણ સામાન્ય થવામાં વધુ સમય લાગશે

Social Share

નવી દિલ્હી: ભારતમાં અનલોક બાદ અનેક સેક્ટરમાં રિકવરીના સંકેતો જોવા મળી રહ્યા છે તેમ છત્તાં કેટલાક સેગમેન્ટમાં હજુ પણ મંદીનો માહોલ યથાવત્ રહેવા પામ્યો છે અને ત્યાં રિકવરીમાં અપેક્ષા કરતાં વધુ સમય લાગી શકે છે. ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના મત અનુસાર ભારતમાં વ્યાપક આર્થિક ક્ષેત્રો રિકવરી આવવા છતાં કોર્મશિયલ વ્હિકલનું વેચાણ સામાન્ય થવામાં અપેક્ષા કરતાં વધુ સમય લાગી શકે છે.

રેટિંગ એજન્સી અનુસાર, વેચાણ 2021-22ના ચોથા ત્રિમાસિક ગાળા પહેલા સામાન્ય થવાની અપેક્ષા નથી. ઇન્ડિયા રેટિંગનું કહેવું છે કે, નાણાંકીય વર્ષ 2021-22માં મીડિયમ-હેવી કોમર્શિયલ વ્હિકલના વેચાણમાં પાછલા વર્ષની તુલનાએ 35-45 ટકાનો ઘટાડો આવી શકે છે. અલબત્ત લાર્જ કોમર્શિયલ વ્હિકલના વેચાણમાં ઘટાડો 20-25 ટકા સુધી રહેવાનો અંદાજ છે.

ઇન્ડિયા રેટિંગ એજન્સીએ એક નિવેદનમાં કહ્યું છે કે, નાણાંકીય વર્ષ 2021-22માં ઓટો સેક્ટર બે આંકમાં વૃદ્વિ હાંસલ કરી શકે છે. નાણાંકીય વર્ષ 2020-21ના ઓછી બેઝ ઇફેક્ટિવને પગલે થશે. ફેડરેશન ઑફ ઑટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન (FADA)ના આંકડાઓનો હવાલો આપતા રેટિંગ એજન્સીએ કહ્યું કે, વ્યાવસાયિક વાહનોના રિટેલ વેચાણમાં નવેમ્બર 2020માં વૃદ્વિ થઇ, પરંતુ તે પાછલા વર્ષના સમાન સમયગાળાના વેચાણની સરખામણીએ ઘણું ઓછું છે. નવેમ્બરમાં કોમર્શિયલ વ્હિકલ્સનું વેચાણ વાર્ષિક તુલનાએ 31 ટકા ઘટ્યું છે.

મિડિયમ-હેવી કોમર્શિયલ સેગમેન્ટ જેણે નાણાંકીય વર્ષ 2018 અને 2019 દરમિયાન ઉંચ વેચાણ દર્શાવ્યા બાદ જુલાઇ-2018થી સુધારેલા એક્સલ લોડિંગ નોર્મસના અમલીકરણ બાદથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યુ છે તે કોરોના સંકટથી સૌથી વધુ પ્રભાવિત થયુ છે. રેટિંગ એજન્સીનું કહેવુ છે કે, તમામ સેક્ટરોમાં નવા વાહનો ખરીદવાની યોજના સ્થગિત કરાતા વ્યાવસાયિક વાહનોનું વેચાણ ઓલ-ટાઇમ લો થયુ છે.

આપને જણાવી દઇએ કે તાજેતરના મેક્રો-ઇકોનોમિના સંકેતો આર્થિક ગતિવિધિઓમાં રિકવરીના સંકેત આપી રહ્યા છે, જો કે હાલ ઉપલબ્ધ વાહનોનો જ ઉપયોગ કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોમર્શિયલ વ્હિકલ ઉદ્યોગ મોટા પાયે આર્થિક ગતિવિધિઓ પર નિર્ભર છે, જેમાં ધીમે ધીમે સુધારો થઇ રહ્યો છે.

(સંકેત)