- 650 કરોડની ક્રિપ્ટોકરન્સી ભૂલથી યૂઝર્સના એકાઉન્ટમાં જમા થઇ
- હવે કંપનીના CEO કાલાવાલ કરીને યૂઝર્સ પાછે આ કરન્સી પાછી માંગી રહ્યા છે
- કરન્સી પાછી નહીં આપે તો પગલાં લેવાશી તેવી ચેતવણી પણ CEOએ આપી
નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં ક્રિપ્ટોકરન્સીની બોલબાલા વધી રહી છે અને ખાસ કરીને યુવાવર્ગમાં તેનો ટ્રેન્ડ વધારે જોવા મળી રહ્યો છે.
હવે તો લોકો રોકાણના એક માધ્યમ તરીકે પણ બિટકોઇન તરફ વળ્યા છે અને તેમાં રોકાણ કરી રહ્યાં છે. જો કે આ વચ્ચે એક એવો રસપ્રદ કિસ્સો બન્યો છે જેને કારણે અનેક લોકોના નસીબ ઉઘડી ગયા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, કમ્પાઉન્ડ નામના ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનાન્સ પ્લેટફોર્મને અપડેટ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન સોફ્ટવેરમાં કોઇ ક્ષતિના કારણે કેટલાક યૂઝર્સને ભૂલથી 90 મિલિયન ડૉલર એટલે કે 650 કરોડ રૂપિયારની ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર થઇ ગઇ હતી.
જો કે હવે કંપનીના સીઇઓ રોબ્રટ લેશનર યૂઝર્સને કાલાવાલા કરીને કહી રહ્યા છે કે તમારા એકાઉન્ટમાં આ કરન્સી ભૂલથી જમા થઇ ગઇ છે અને તેને મહેરબાની કરીને પાછી આપી દો. સાથે તેઓએ ચેતવણી આપી છે કે, જે યૂઝર્સ કરન્સી પાછી નહીં આપે તેની સામે સંબંધિત ઓથોરિટીની ફરિયાદ કરાશે.
ગયા મહિને પણ એક હેકરે આ પ્રકારના ડિસેન્ટ્રલાઈઝ્ડ ફાઈનાન્સ પ્લેટફોર્મમાં ઘૂસણખોરી કરીને 600 મિલિયન ડોલરની કિંમતના ક્રિપ્ટો કરન્સીના ટોકન ઉડાવી દીધા હતા. જોકે તેણે એ બાદ ટોકન પાછા આવી દીધા હતા.