- કોરોના બાદ અર્થતંત્ર ડબલ સ્પીડે સુધર્યું
- ગ્રાહકોની માંગમાં 200 ટકાનો નોંધપાત્ર વધારો
- મજબૂત ગ્રાહક અભિગમ તેમજ બાઉન્સ રેટ્સને કારણે સુધારાને વેગ મળ્યો છે
નવી દિલ્હી: ગત વર્ષે લોકડાઉનની સરખામણીએ લોકડાઉનના બીજા તબક્કા દરમિયાન ગ્રાહકોની માંગમાં 200 ટકાથી વધુની વૃદ્વિ થઇ છે. રિપેમેન્ટ્સ અંગે મજબૂત ગ્રાહક અભિગમ તેમજ બાઉન્સ રેટ્સને કારણે સુધારાને વેગ મળ્યો છે અને પરિણામે ગ્રાહક માંગમાં સુધારો આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પ્લેટફોર્મ પર BNPL ક્રેડિટ કાર્ડ માટે ગ્રાહકોની અરજી માર્ચ-મે, 2021ના સમયગાળામાં 5 ગણી વધી છે. કારણ કે ઘણાં લોકો તેમના ફાઇનાન્સની સારી યોજના બનાવી હતી. આ સમયગાળામાં ઇ-કોમર્સ ટ્રાન્ઝેક્શન મોટા પાયે વધ્યા છે. વૃદ્વિને વેગ આપતી કેટેગરીમાં ઑનલાઇન ઇલેક્ટ્રોનિક્સ, સ્માર્ટ ફોન, એટકેડ ફેશન, હોમડેકોર વગેરે સામેલ છે.
બેંગ્લોર, નવી દિલ્હી અને મુંબઈ બીએનપીએલ ટ્રાન્ઝેક્શન્સમાં ટોચના ત્રણ મેટ્રો હતા જ્યારે કે જયપુર, લખનઉ અને વિશાખાપટ્ટનમ્ ટોચના ત્રણ નોન-મેટ્રો માર્કેટસ તરીકે ઉભરી આવ્યા છે.
મહામારીને કારણે સર્જાયેલ આર્થિક પડકારો વચ્ચે રિપેમેન્ટ ક્ષમતામાં નોંધપાત્ર સુધારો જોયો છે અને ઘણાં ગ્રાહકોએ તેમના રિપેમેન્ટની અવધિમાં ચૂકવણી કરી છે. બીજા તબક્કામાં બાઉન્સ રેટ્સમાં ૪૦ ટકાનો સુધારો થયો છે.
આ અભ્યાસમાં મોટા ભાગના લોકોએ કહ્યું હતું કે, પ્રથમ તબક્કાની તુલનામાં આ વર્ષે તેઓ ફાઇનાન્સના યોગ્ય વ્યવસ્થાપન માટે સક્ષમ રહ્યા છે. ૬૬ ટકાએ તેમની નોકરીની સંભાવનાઓ અને વ્યવસાયો અંગે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ આશાવાદી છે .