Site icon Revoi.in

આર્થિક ગતિવિધિઓના ધમધમાટથી ક્રૂડની માંગ વધી, આયાત સપ્ટેમ્બરમાં 5 મહિનાની ટોચે

Social Share

નવી દિલ્હી: ભારતમાં કોરોનાની અસર વ્યાપકપણે હળવી થતા અને આર્થિક ગતિવિધિઓ અનલૉક થતા વાહનોની અવરજવર સતત વધી છે જેને કારણે ભારતની ક્રૂડ ઑઇલની આયાત સપ્ટેમ્બરમાં પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી છે.

વિશ્વના ત્રીજા સૌથી મોટા ક્રૂડ વપરાશકાર અને આયાતકાર દેશમાં ક્રૂડ ઑઇલની આયાત વાર્ષિક તુલનાએ 16 ટકા વધીને 176.1 કરોડ ટન થઇ છે. સપ્ટેમ્બરમાં ભારતની ક્રૂડ ઑઇલની આયાત એપ્રિલ પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગિ છે. આ આંકડાઓ દેશના અર્થતંત્રની ગાડી ફરી પાટે ચડી હોવાના સંકેતો આપે છે. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલની વેબસાઇટ પર આ જાણકારી અપાઇ છે.

વિશ્વના સૌથી મોટા રિફાઇનિંગ કોમ્પ્લેક્સના ઓપરેટર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બરમાં લગભગ 12% વધુ ઓઇલની આયાત કરી હતી.

દેશમાં સરળ ધિરાણ નીતિ જોવા મળી રહી છે જેને વ્યાપક પ્રમાણમાં સમર્થન પણ મળી રહ્યું છે. તેને કારણે હજુ પણ કેટલાક મહિનાઓ સુધી રિકવરી ચાલુ જ રહેવાનો આશાવાદ જોવા મળી રહ્યો છે. એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓનો ધમધમાટ વધ્યો છે. માસિક ધોરણે પણ ક્રૂડ ઑઇલની આયાત ઑગસ્ટની તુલનાએ 1.3 ટકા વધી છે.

નોંધનીય છે કે, બીજી તરફ ઓઇલ પ્રોડક્ટોની આયાત એક વર્ષ અગાઉની સરખામણીએ લગભગ 13% વધીને 35 કરોડ ટન થઈ હતી અને નિકાસ લગભગ 3% વધી હતી. સપ્ટેમ્બરમાં 49.4 કરોડ ટનની નિકાસમાં ડીઝલનો મહત્તમ હિસ્સો 27.9 કરોડ ટન રહ્યો છે.