1. Home
  2. ગુજરાતી
  3. સરકાર ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સી બિલને સંસદમાં રજૂ કરશે: નાણામંત્રી નિર્મલા સીતારમણ

સરકાર ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સી બિલને સંસદમાં રજૂ કરશે: નાણામંત્રી નિર્મલા સીતારમણ

0
Social Share
  • ક્રિપ્ટોકરન્સી પર નાણા મંત્રી નિર્મલા સીતારમણનું નિવેદન
  • સરકાર ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સી બિલ રજૂ કરશે
  • હજુ ક્રિપ્ટોની જાહેરાત પર પ્રતિબંધ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી

નવી દિલ્હી: અત્યારે ભારતના ક્રિપ્ટોકરન્સીના રોકાણકારોની નજર સંસદમાં રજૂ થનારા ક્રિપ્ટોકરન્સી બિલ પર છે અને તેઓ દ્વિધામાં છે ત્યારે આ વચ્ચે રાજ્યસભામાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, સરકાર ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સી સંબંધિત બિલ રજૂ કરવા જઇ રહી છે.

રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, આ એક જોખમી વિસ્તાર છે અને સમગ્ર નિયમનકારી માળખામાં નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેની જાહેરાત પર પ્રતિબંધ મૂકવાનો કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. આરબીઆઇ અને સેબી દ્વારા જાગૃતિ ફેલાવવા માટે પગલાં લેવામાં આવ્યા છે.

ક્રિપ્ટોકરન્સીની જાહેરાતો પર વાત કરતા તેઓએ કહ્યું કે, જાહેરાતોનું નિયમન ASCI દ્વારા થાય છે. તમામ નિયમો પર નજર કરવામાં આવી રહી છે. જેથી જાહેરાતો અંગે શું કરી શકાય તે નક્કી થઇ શકે. તેમણે સંસદમાં જણાવ્યું કે, સરકાર ટૂંક સમયમાં કેબિનેટમાંથી બિલ પાસ કરીને બિલ લાવશે.

તેનો હેતુ બિલમાં સુધારો કરવાનો હતો. તો આવી સ્થિતિમાં છે કે સરકાર સંસદમાં બિલ લાવવાની ખૂબ નજીક છે. છેલ્લા બિલ પર ફરીથી કામ કરવામાં આવ્યું છે. સરકાર ક્રિપ્ટોકરન્સીથી થતા ગેરકાયદે કામો પર પણ વોચ રાખી રહી છે તેવું નાણા મંત્રીએ કહ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code