Site icon Revoi.in

પાન અને આધાર કાર્ડ લિંક કરવાની સમયમર્યાદા વધારાઇ, હવે આ તારીખ સુધી લિંક કરી શકાશે

Social Share

નવી દિલ્હી: જો તમે પણ તમારું પાન અને આધાર કાર્ડ લિંક નથી કર્યું તો તમારા માટે રાહતના સમાચાર છે. સરકારે હવે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદા 3 મહિના માટે વધારી દીધી છે. એટલે કે હવે નાગરિકો 30 સપ્ટેમ્બર, 2021 સુધી પોતાના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે. નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે આ જાહેરાત કરી હતી.

પહેલા આ સમય મર્યાદા 30 જૂન, 2021 સુધી હતી. મહત્વનું છે કે, સરકાર દ્વારા નિર્ધારિત સમય સુધી જો પાન અને આધાર કાર્ડને લિંક નહીં કરાય તો તમારું પાન કાર્ડ નિષ્ક્રીય થઇ જશે. નિષ્ક્રીય પાનકાર્ડ દ્વારા વ્યક્તિ એવા ટ્રાન્ઝેક્શન નહીં કરી શકે જ્યાં પાનનો ઉલ્લેખ કરવો જરૂરી છે. સાથે જ તમારે દંડ પણ આપવો પડશે.

પાન અને આધાર લિંક ન થવા પર 1000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ ઈન્કમટેક્સ એક્ટ, 1961માં જાડાયેલા નવા સેક્શન 234એચ અંતર્ગત કરાઈ છે. સરકારે આવું 23 માર્ચે લોકસભામાં પસાર થયેલા ફાઈનાન્સ બિલ 2021 દ્વારા કર્યું છે. આવકવેરા કાયદામાં જોડાયેલી નવી જોગવાઈ અંતર્ગત સરકાર નિશ્ચિત કરાયેલી ડેડલાઈન સુધી પાન અને આધારનું લિંકિંગ ન કરવા પર લગાવામાં આવનારા દંડની રકમ નક્કી કરશે. આ દંડ 1000 રૂપિયાથી વધુ નહીં હોય.

જો વ્યક્તિનું પાન કાર્ડ નિષ્ક્રિય થી જાય છે તો તેના પર પણ દંડની જોગવાઈ છે. હકીકતમાં, જો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જાય છે, તો એવું માની લેવામાં આવશે કે, કાયદા મુજબ, પાનને ફર્નિશ્ડ/કોટ નથી કરાયું.