1. Home
  2. ગુજરાતી
  3. હવે આંતરિક મુસાફરી મોંઘી, ફ્લાઇટની ટિકિટોમાં 12.5%નો વધારો
હવે આંતરિક મુસાફરી મોંઘી, ફ્લાઇટની ટિકિટોમાં 12.5%નો વધારો

હવે આંતરિક મુસાફરી મોંઘી, ફ્લાઇટની ટિકિટોમાં 12.5%નો વધારો

0
Social Share
  • હવે હવાઇ મુસાફરી થશે વધુ મોંઘી
  • સ્થાનિક ફ્લાઇટની ટિકિટોના દરમાં વધારો
  • ઉડ્ડયન મંત્રાલયે વિમાન ભાડામાં વધારો કર્યો

નવી દિલ્હી: હવે હવાઇ મુસાફરી માટે વધુ પૈસા ખર્ચવા માટે તૈયાર રહેજો કારણ કે ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સ દ્વારા વસૂલવામાં આવતા સ્થાનિક વિમાનોના ભાડમાં લઘુત્તમ તેમજ મહત્તમ 12.5 ટકાનો વધારો કર્યો છે. કેન્દ્રએ એરલાઇન્સને પૂર્વ-કોવિડ સ્તરની 72.5 ટકા સુધી ક્ષમતામાં વધારો કરી 7.5 ટકા વધુ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ચલાવવાની પણ મંજૂરી આપી હતી.

5 જુલાઇથી એરલાઇન્સ તેમની પૂર્વ-કોવિડ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ક્ષમતાના 65 ટકા પર કાર્યરત છે. 1 જૂનથી 5 જુલાઇ વચ્ચે, એરલાઇન્સને પૂર્વ-કોવિડ ક્ષમતાના 50 ટકા પર સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

નવીનતમ વધારા સાથે, દિલ્હી-મુંબઈ રૂટ પર એક-માર્ગીય લઘુતમ ભાડું રૂ. 4,700 થી વધીને 5,287 અને મહત્તમ રૂ. 13,000 થી વધીને રૂ.14,625 ટેક્સ સિવાય હશે.

આપને જણાવી દઇએ કે જેટ ફ્યુલની સતત વધતી કિંમતો વચ્ચે સરકારે આ વર્ષે ચોથી વાર સ્થાનિક વિમાનોના ભાડમાં વધારો કર્યો છે, જે લગભગ 40 ટકા જેટલો છે. કોવિડ સંકટને કારણે, એરલાઇન્સ કંપની સરકાર તરફથી કોઇ આર્થિક સહાયતા ના મળતા ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહી છે. ઉપરોક્ત ભાડાની શ્રેણીમાં સ્થાનિક મુસાફરી અને જીએસટી માટે લાગુ રૂ.150ની પેસેન્જર સુરક્ષા ફીનો સમાવેશ થતો નથી.

25 મે, 2020 ના રોજ, જ્યારે સરકારે એરલાઇન્સને બે મહિનાના લાંબા વિરામ બાદ સુનિશ્ચિત સ્થાનિક ફ્લાઇટ્સ ચલાવવાની મંજૂરી આપી,પૂર્વ-કોવિડ ક્ષમતાના એક તૃતીયાંશ અને નિશ્ચિત ભાડા સાથે મુસાફરોને વધારે કિંમત ચૂકવવાની ફરજ પાડવામાં ન આવે એ રીતે એરલાઇન્સને શરૂ કરવા કહ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code