Site icon Revoi.in

ડૉ.રેડ્ડીઝ લેબોરેટરીએ ભારતમાં કોરોનાની દવા અવિગન લૉન્ચ કરી

Social Share

કોવિડ-19 ના હળવાથી સામાન્ય સંક્રમણના ઉપચાર માટે ડૉ.રેડ્ડીઝ લેબોરેટરીઝે દવા અવિગન (ફેવિપિરાવીર) ટેબ્લેટ બજારમાં લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ બુધવારે આ અંગે જાહેરાત કરી હતી.

(તસવીર સ્ત્રોત – ટ્વીટર)

ફાર્મા કંપનીએ કહ્યું હતું કે, ફુજીફિલ્મ ટોયમાં કેમિકલ કંપની લિમિટેડ સાથે વૈશ્વિક લાઇસન્સ કરાર હેઠળ રેડ્ડીએ ભારતમાં એવિગન (ફેવિપિરાવીર) 200 મિલિગ્રામ ટેબ્લેટનાં ઉત્પાદન, વેચાણ અને વિતરણનો વિશેષ અધિકાર પ્રાપ્ત કર્યો છે. સ્ટોક એક્સચેન્જને મોકલવામાં આવેલી એક નિયમનકારી નોટિસમાં કંપનીએ આ જાણકારી આપી હતી.

ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ દ્વારા કંપનીના ડ્રગ અવિગનને મંજૂરી આપવામાં આવી છે. રેડ્ડીઝ લેબના એમ.વી. રમન્નાએ જણાવ્યું હતું કે અવગિન ટેબ્લેટ્સ ભારતમાં કોવિડ-19થી સંક્રમિત દર્દીઓની સારવાર માટે અસરકારક સાબિત થશે.

મહત્વનું છે કે, દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 27,66,626 થઇ ચૂકી છે. મૃતકાંક અત્યારસુધીમાં 53,015 નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 1,099 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

(સંકેત)