- મોંઘવારીમાં રાહત
- ખાદ્યતેલો સરેરાશ 10 ટકા સુધી સસ્તા થયા
- આગામી સમયમાં પણ ભાવ ઘટશે
નવી દિલ્હી: એક તરફ પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે ત્યારે એક રાહતના સમાચાર મળી રહ્યા છે. મોંઘા ખાદ્યતેલોથી લોકોને આગામી દિવસમાં રાહત મળી શકે છે. છેલ્લા એક મહિનામાં ખાદ્યતેલોની કિંમત પ્રતિ કિગ્રા દીઠ રૂ.8 થી 10 ઘટી ગઇ છે અને આગામી દિવસોમાં ભાવ હજુ પણ 4 રૂપિયા સુધી ઘટે તેવી સંભાવના છે.
સરકાર દ્વારા આયાત જકાતમાં ઘટાડો, વૈશ્વિક કિંમતોમાં નરમાઇ, તેલીબિયાંના વધારે વાવેતર જેવા પરિબળોના પગલે આગામી દિવસોમાં ખાદ્યતેલો વધુ સસ્તા થઇ શકે છે. કોવિડ મહામારી દરમિયાન ખાદ્યતેલોની કિંમતો 50 થી 100 ટકા જેટલી ઉછળીને ઐતિહાસિક ઉંચાઇએ પહોંચી ગયું હતું જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું હતું.
સંગઠને દિવાળી પહેલા જ પોતાના સભ્યોને ખાદ્યતેલોના ભાવમાં શક્ય તેટલો ઘટાડો કરવા વિનંતી કરી હતી. છેલ્લા 30 દિવસમાં રિટેલ બજારમાં ખાદ્યતેલોના ભાવ 8થી 10 રૂપિયા પ્રતિ કિગ્રા સુધી ઘટી ગયા છે. આગામી સમયમાં ખાદ્યતેલોના ભાવ 3-4 રૂપિયા પ્રતિ કિગ્રા સુધી વધુ ઘટી શકે છે.
તેમણે કહ્યુ કે, દેશમાં સોયાબીનનું ઉત્પાદન 120 લાખ ટન, મગફળીનું ઉત્પાદન 80 લાખ ટન રહેવાનો અનુમાન છે. તે ઉપરાંત સરસવનું વાવેતર 80 લાખ હેક્ટરથી વધારે થયુ છે જેનાથી નવ સીઝનમાં 8-10 લાખ ટન ખાદ્યતેલોની સપ્લાય વધારે થશે.