Site icon Revoi.in

ટ્વિટ પડી ભારે, એલન મસ્કની 1 ટ્વિટથી તેની જ સંપત્તિમાં 50 અબજ ડૉલરનો ઘટાડો થયો

Social Share

નવી દિલ્હી: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કની સંપત્તિ માત્ર બે દિવસમાં જ 50 અબજ ડૉલર ઓછી થઇ ગઇ છે.

એલન મસ્કની એક ટ્વિટને કારણે ટેસ્લાના શેર્સમાં ઘટાડો જોવા મળ્યો છે. ટેસ્લાના શેર્સમાં આવેલો આ તાજેતરનો ઘટાડો એલન મસ્કની એક ટ્વિટના કારણે છે. એલન મસ્કે ગત દિવોમાં ટેસ્લાની પોતાની 10 ટકા ભાગીદારી વેચવાને લઈને ટ્વિટર પર એક પોલ કર્યો હતો. આ પોલમં ટ્વિટર પર 35 લાખથી વધુ લોકોએ વોટ કર્યો હતો. તેમાંથી 58 ટકાએ શેર વેચવાના પક્ષમાં વોટ કર્યો. મસ્કએ પોલ પછી તરત એક અન્ય ટ્વીટમાં દાવો કર્યો હતો કે, તેનું જે રિઝલ્ટ આવશે તેનું તેઓ પાલન કરશે. એ આધાર પર હવે મસ્કે ટેસ્લામાં પોતાની ભાગીદારી 10 ટકા ઘટાડવી પડશે.

બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ અનુસાર પણ આ કોઇ અબજપતિના ધનમાં માત્ર બે દિવસમાં આવેલો સૌથી મોટો ઘટાડો કહી શકાય. એક દિવસમાં સૌથી વધુ સંપત્તિ ગુમાવવાના મામલે પણ મસ્ક બીજા સ્થાને પહોંચી ગયા છે. એક દિવસમાં સૌથી વધુ સંપત્તિ ગુમાવવાનો રેકોર્ડ એમેઝોનના જેફ બેઝોસના નામે નોંધાયેલો છે.

આ પોલના થોડા સમય પછી જ એલન મસ્કના ભાઈ કિમ્બલ મસ્કએ 10.9 કરોડ ડોલરના ટેસ્લાના શેર્સ વેચ્યા હતા. આ અહેવાલ બાદ ટેસ્લાના શેરને નુકસાન પહોંચ્યું. કિમ્બલએ લગભગ 1,230 ડોલરના ભાવ પર 88,500 શેર વેચ્યા હતા. તેમણે ટેસ્લાના 25 હજાર શેર એક ચેરિટીને દાન પણ કર્યા.

જોકે, આ ઘટાડા પછી પણ એલન મસ્કે દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિનું સ્થાન જાળવી રાખ્યું છે. બ્લુમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ, મસ્કની પાસે હાલમાં 288 અબજ ડોલરની સંપત્તિ છે. જે બીજા સ્થાને રહેલા બેઝોસની સંપત્તિ કરતા હજુ પણ 83 ડોલર વધુ છે. બે દિવસ પહેલા આ અંતર 143 અબજ ડોલરનું હતું. તે દુનિયાના ચોથી સૌથી ધનવાન વ્યક્તિ બિલ ગેટ્સની સમગ્ર સંપત્તિ કરતા પણ વધુ છે.