Site icon Revoi.in

રોજગારની સ્થિતિ સુધરી, જૂનમાં EPFOએ નવા 12.83 લાખ ગ્રાહકો ઉમેર્યા

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેર બાદ અનલોક દરમિયાન આર્થિક ગતિવિધિઓમાં સુધારાની સ્થિતિ વચ્ચે હવે રોજગારની સ્થિતિ પણ સુધરી રહી છે. EPFO અનુસાર તેણે જૂન 2021માં 12.83 લાખ ગ્રાહકો ઉમેર્યા છે. ડેટા અનુસાર જૂનમાં આશરે 8.11 લાખ નવા સભ્યો EPFOમાં જોડાયા. જ્યારે અંદાજે 4.73 લાખ ગ્રાહકો નીકળી ગયા હતા પરંતુ તે ફરી જોડાઇ ગયા હતા.

શ્રમ મંત્રાલય અનુસાર, જૂનમાં 12.83 લાખ ગ્રાહકો ઉમેરાયા છે. જૂનમાં ઉમેરાયેલા કુલ 12.83 લાખ ગ્રાહકો ઉમેરાયા છે. આ ઉમેરાયેલા કુલ 12.83 લાખ ચોખ્ખા સભ્યોમાંથી લગભગ 8.11 લાખ પ્રથમ વખત કર્મચારી ભવિષ્ય નિધિ યોજનાના સામાજીક સુરક્ષા કવરેજ હેઠળ આવ્યા છે. મેની તુલનામાં જૂનમાં 5.09 લાખ ગ્રાહકોનો વધારો થયો છે.

રોજગાર સર્જનની વાત કરીએ તો મહારાષ્ટ્ર, ગુજરાત, તામિલનાડુ, હરિયાણા અને કર્ણાટક અગ્રેસર છે. જે તમામ વયજૂથોમાં કુલ ચોખ્ખી વેતન વૃદ્વિના આશરે 60.61 ટકા છે. જૂન મહિનામાં EPFOમાં 2.56 લાખ ચોખ્ખા મહિલા ગ્રાહકો ઉમેરવામાં આવ્યા હતા. જે અગાઉના મહિનાની સરખામણીએ લગભગ 0.79 લાખ વધારે છે.

નોંધનીય છે કે, 18-25 વર્ષની વય જૂથના છ લાખથી વધુ યુવાનો EPFO ​માં જોડાયા છે.તેના પછી 29-35 વયજૂથ છે જેમાં લગભગ 2.55 લાખ ગ્રાહકો છે.