Site icon Revoi.in

હવે જો તમે નોકરી બદલો તો PF ખાતું ટ્રાન્સફર કરવાની ઝંઝટ નહીં રહે, જાણો EPFOએ શું એલાન કર્યું?

Social Share

નવી દિલ્હી: EPFOના હાલના નિયમ મુજબ જો તમે એક નોકરીમાંથી બીજી નોકરી જોઇન કરો છો તો તમારે તમારું પીએફ ખાતું ટ્રાન્સફર કરાવવાની ઝંઝટ રહે છે પરંતુ હવે તમારે આ ઝંઝટ નહીં રહે. હકીકતમાં, પ્રોવિડન્ડ ફંડ એકાઉન્ટના સેન્ટ્રલાઇઝ IT સિસ્ટમને મંજૂરી અપાશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટીઝના બોર્ડ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

હજુ સુધી એવો નિયમ હતો કે કોઇ કર્મચારી એક કંપની છોડીને બીજી કંપનીમાં જોડાય છે તો પહેલાની કંપનીમાં રહેલા પીએફના પૈસા ઉપાડી લે છે અથવા તો તેને બીજી કંપનીમાં ટ્રાન્સફર કરે છે. હવે આ પૈસા ટ્રાન્સફર કરાવવાનું કામ પણ આપમેળે થઇ જશે. સેન્ટ્રલાઇઝ સિસ્ટમની મદદથી કર્મચારીનું ખાતુ મર્જ થશે.

આ માટે જૂની અને નવી કંપનીમાં કેટલાક કાગળ ઔપચારિકતા હોય છે જેને પૂરી કરવાની હોય છે. આ પેપર કાર્યવાહીને લઇને કેટલાક લોકો જૂની કંપનીઓમાં પીએફના પૈસા છોડી દે છે. નવી કંપનીમાં પહેલાના UAN પર જ બીજા PF ખાતા બની જાય છે. પરંતુ આ PF ખાતામાં પુરૂ બેલેન્સ નથી દેખાતું કારણ કે કર્મચારી જૂના ખાતાને નવાથી મર્જ નહોતા થઇ શકતા. હવે આ ઝંઝટ ખતમ થઇ જશે.

મહત્વનું છે કે, સેન્ટ્રલાઇઝ સિસ્ટમ પીએફ ખાતાધારકોના અલગ અલગ એકાઉન્ટને મર્જ કરીને એક એકાઉન્ટ બનાવવામાં આવશે. આ ખાતાઓને મર્જ કરવાની ઝંઝટ ખતમ થઇ જશે અને કર્મચારી કેટલાક પ્રકારના કાગળ ઝંઝટથી પણ મુક્ત રહેશે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવાની અધ્યક્ષતામાં થયેલા EPFOની 229ની બોર્ડ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.