- EPFOએ લીધો મહત્વનો નિર્ણય
- EPFOએ UAN-Aadhaar ફરજીયાત રીતે જોડવાની સમયમર્યાદા વધારી
- હવે 1 સપ્ટેમ્બર, 2021 સુધી આ કાર્ય થઇ શકશે
નવી દિલ્હી: કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડના આધાર નંબર સાથે યુનિવર્સલ એકાઉન્ટ નંબરની ચકાસણી કરીને પ્રોવિડન્ટ ફંડ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ EPFOએ વધારી દીધી છે. જે 1 સપ્ટેમ્બર 2021 સુધી મુલતવી રાખવામાં આવી છે.
પહેલા EPFO દ્વારા આ કાર્ય માટે 1 જૂન, 2021 સુધીની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. જેને હવે 1 સપ્ટેમ્બર, 2021 સુધી મુલતવી રાખવામાં આવી છે. હવે એમ્પ્લોયરોને તેમના કર્મચારીઓના આધાર નંબરને તેમના પીએફ એકાઉન્ટ્સ અને UAN નંબર સાથે લિંક કરવા માટે વધુ સમય પ્રાપ્ત થશે.
ઇપીએફઓ દ્વારા જાહેર કરાયેલા હુકમ મુજબ, ઇલેક્ટ્રોનિક ચાલાન એટલે કે પીએફ રીટર્ન (ECR) ની રસીદ આધાર વેરિફાઇડ યુએન સાથે ફાઇલ કરવાની અંતિમ તારીખ 1 સપ્ટેમ્બર, 2021 સુધી વધારી દેવામાં આવી છે. ઇપીએફઓએ શ્રમ મંત્રાલય દ્વારા જાહેરનામું બહાર પાડ્યા બાદ આધાર નંબરને જોડવાનું ફરજિયાત બનાવવાનો નિર્ણય કર્યો હતો. શ્રમ મંત્રાલયે 3 મેના રોજ આ સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં મંત્રાલય અને તેના હેઠળ કાર્યરત સંસ્થાઓ લાભાર્થીઓ પાસેથી આધાર નંબર એકત્રિત કરવા જણાવ્યું છે.
શું છે UAN ?
યુએએન યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) મૂળભૂત રીતે કર્મચારીઓની પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઇપીએફ જમા કરાયેલ દરેક કર્મચારીને ફાળવવામાં આવતા 12-અંકનો એકાઉન્ટ નંબર છે. (UAN) યુએએન, પીએફ એકાઉન્ટ સેવાઓ હાથ ધરવા માટેની પ્રક્રિયાને ઉપાડ, પીએફ લોન અથવા ઇપીએફ બેલેન્સ ચેક જેવા ખાતાધારકો માટે સરળ અને અનુકૂળ બનાવે છે.