Site icon Revoi.in

માર્કેટ વોલેટિલિટી વચ્ચે પણ ઇક્વિટી ફંડોએ 11 IPOમાં રૂ.3300 કરોડથી વધુનું રોકાણ કર્યું

Social Share

નવી દિલ્હી: શેરબજારમાં પ્રવર્તિત વોલેટાલિટી વચ્ચે પણ ગત વર્ષે ડિસેમ્બર મહિના દરમિયાન ઇક્વિટી ફંડો દ્વારા 11 IPOમાં રૂ.3300 કરોડથી વધુ રોકાણ કરવામાં આવ્યું હતું.

ડિસેમ્બર માસમાં મ્યુચ્યુઅલ ફંડો દ્વારા ઇક્વિટી માર્કેટમાં રૂ. 17000 કરોડથી વધુ રોકાણ કરવામાં આવ્યું હતું. જે માર્ચ 2020 પછીની સૌથી મોટી માસિક ખરીદી છે. જો કે, આ સમય દરમિયાન વિદેશી રોકાણકારોએ રૂ.35,500 કરોડ મૂલ્યોના શેર્સ વેચ્યા હતા.

રોકાણકારોએ ઇક્વિટી ફંડમાં રૂ.25000 કરોડ અને SIPમાં રૂ.11306 કરોડ ઠાલવ્યા હતા. વોલેટાલિટી વચ્ચે ડિસેમ્બરમાં બેન્ચમાર્ક ઇન્ડેક્સ બે ટકા સુધી વધ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, ડિસેમ્બરમાં 11 આઇપીઓમાં ઇક્વિટી ફંડોએ કુલ રૂ.3380 કરોડનું રોકાણ કર્યું હતું. જેમાં એડપ્લસમાં રૂ.1300 કરોડ, CMS ઇન્ફો.માં રૂ.300 કરોડ, મેટ્રોમાં રૂ.300 કરોડ, ટેગા ઇન્ડ.માં. 280 કરોડ, સ્ટેગેઇન ટ્રાવેલમાં રૂ.250 કરોડ, આનંદ રાઠીમાં રૂ.250 કરોડ, સીઇ ઇન્ફો.માં 240 કરોડ, ડેટા પેટર્ન્સમાં રૂ.210 કરોડનું રોકાણ કર્યું હતું.