- ક્રિપ્ટોકરન્સીમાં ભારે વોલેટિલિટી
- બિટકોઇનના ભાવ ઉંચા મથાળેથી ઘટ્યા
- ઇથેરમાં ઉછાળો જોવા મળ્યો
નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સીમાં આજે ભારે વોલેટિલિટીનો માહોલ જોવા મળી રહ્યો છે. બિટકોઇનમાં ભાવ વધ્યા બાદ ફરીથી તેમાં કડાકો બોલી ગયો હતો. બીજી તરફ ઇથેરના ભાવમાં આગેકૂચ જોવા મળી હતી. અમેરિકામાં બોન્ડ બોઇંગમાં ઘટાડો તેમજ વ્યાજદરોમાં ટૂંકમાં વધારો થવાના સંકેત મળી રહ્યા છે. ખાનગી ક્ષેત્રમાં જોબ વૃદ્વિ 5 લાખ 34 હજાર તથા નોન-ફાર્મ પેરોલ્સના ડેટા કેવા આવે છે.
ક્રિપ્ટો બજારમાં કેટલાક વૈશ્વિક પરિબળોની અસર જોવા મળી રહી છે. બિટકોઇનના ભાવ આજે ઉંચામાં 59224 ડોલર તેમજ નીચામાં 56555 ડોલરથી 57830થી 57831 ડૉલર રહ્યા હતા. ભાવ ઘટતા જ બિટકોઇનના માર્કેટકેપનું પણ ધોવાણ થયું હતું. તેનું માર્કેટકેપ 1100 અબજથી ઘટીને 1090 અબજ ડોલર થયાના નિર્દેશો હતો.
બિટકોઇનથી તદ્દન વિપરિત ઇથેરના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. તે નીચામાં 4527 ડૉલર તથા ઉંચામાં 4783 થઇ 4692 ડોલર રહ્યો હતો. ઇથેરમાં 2.40 અબજ ડોલરનું ટ્રેડિંગ થયું હતું તથા ભાવ વધતા તેની માર્કેટ કેપ પણ સડસડાટ વધતા 548 થી ઉછાળા સાથે 552 થી 553 અબજ ડોલર થઇ હતી. ભારતમાં બીજી તરફ સરકાર ક્રિપ્ટો પર ટૂંક સમયમાં બિલ રજૂ કરશે જેમાં મોટા ભાગની ક્રિપ્ટો પર પ્રતિબંધ લાગે તેવી સંભાવના છે.