નવી દિલ્હી: આપણે રોકડ ઉપાડવા માટે મોટા ભાગે ATMનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ક્યારેક એવા કિસ્સા પણ બનતા હોય છે જ્યારે કેશ ઉપાડતી વખતે કેશ એટીએમમમાં જ ફસાઇ જાય છે. જેનાથી ખાતાધારકનું ટેન્શન વધી જાય છે. તમારી સાથે પણ આવું કઇ ના બને તે માટે અમે એ ભૂલો વિશે માહિતગાર કરીશું જેનાથી કેશ એટીએમમાં ફસાઇ જાય છે.
કેટલાક લોકો એટીએમને કેશ વિથડ્રોની કમાન્ડ આપ્યા બાદ પણ સ્ક્રીન અને બટન પ્રેસ કરતા રહે છે. જેના કારણે એટીએમમમાં ખોટી કમાન્ડ જવાનું બંધ નથી થતું અને એ કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને એટીએમમાં કેશ ફસાઇ જાય છે. તેથી ક્યારેય પણ ટ્રાન્ઝેક્શન દરમિયાન કોઇપણ અન્ય બટન પ્રેસ ન કરો.
ક્યારેક તમે ટ્રાન્ઝેક્શનના સમયગાળા દરમિયાન જ બીજી વાર કાર્ડ નાખવાનો પ્રયાસ કરો છો. ત્યારે એવી પૂરી શક્યતા છે કે, તમારી કેશ ફસાઇ જાય. એવામાં બને ત્યાં સુધી એવો પ્રયાસ કરો કે, એક વખત ટ્રાન્ઝેક્શન પુરું થઇ જાય, તે પછી બીજી વખત ટ્રાન્ઝેક્શન શરૂ કરવા માટે કાર્ડ નાખો અને પ્રોસેસને પૂરી કરો.
તમે જ્યારે વિથડ્રો કેશના ઓપ્શન પર ક્લિક કરો છો ત્યારે આગળની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તે પ્રોસીડ પર ક્લિક કરવાનું હોય છે. તે પછી એટીએમમાંથી રોકડ બહાર આવે છે. જ્યારે રોકડ બહાર આવે છે તો તરત જ તેને મશીનમાંથી બહાર કાઢી લો. જો એવું નહીં કરો તો કેશ ફસાઇ જશે અને તે પાછળ અંદર જતી રહેશે.