- મુંબઈમાં 5.34 લાખ ચો.ફૂટ વિસ્તારમાં નવુ ફૂલફીલમેન્ટ સેન્ટર ખૂલ્લુ મૂકાશે
- Adaniconnex ના ચેન્નાઈ એકમમાં ડેટા સેન્ટર સ્થાપવામાં આવશે
- આ ભાગીદારીથી સીધી ~2,500 અને આડકતરી હજારો નોકરીઓનું નિર્માણ થશે
બેંગ્લોર અને અમદાવાદ. તા.12 એપ્રિલ, 2021 : ભારતના અગ્રણી અદાણી ગ્રુપ અને દેશમાં વૃધ્ધિ પામેલા ઈ-કોમર્સ માર્કેટપ્લેસ ફ્લીપકાર્ટે આજે ભારતની સૌથી મોટી બહુરાષ્ટ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની અદાણી ગ્રુપ સાથે વ્યૂહાત્મક અને કોમર્શિયલ ભાગીદારીની જાહેરાત કરી છે. આ દ્વિપક્ષી ભાગીદારીમાં દેશના સૌથી મોટા વિવિધિકરણ ધરાવતા એન્ડ-ટુ-એન્ડ લોજીસ્ટીક્સ સર્વિસ પ્રોવાઈડર અને અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટા કંપની, અદાણી લોજીસ્ટીક્સ લિમિટેડ સાથે કામ કરીને ફ્લીપકાર્ટ તેનું સપ્લાય ચેઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવશે અને ઝડપથી વૃધ્ધિ પામતા તેના ગ્રાહક સમુદાયને સર્વિસ પૂરી પાડી શકશે. આ ઉપરાંત Adaniconnex Private Limited ચેન્નાઈ સ્થિત એકમ ખાતે ફ્લીપકાર્ટ તેનુ ત્રીજું ડેટા સેન્ટર સ્થાપીને Adaniconnex ની વિશ્વસ્તરની નિપુણતા અને ઉદ્યોગમાં મોખરાના ડેટા સેન્ટર ટેકનોલોજી સોલ્યુશનની નિપુણતાનો લાભ મેળવશે. Adaniconnex Private Limited એ EdgeConneX અને અદાણી એન્ટરપ્રાઈઝીઝ લિમિટેડ વચ્ચે સ્થપાયેલું નવું સંયુક્ત સાહસ છે.
આ ભાગીદારીના હિસ્સા તરીકે અદાણી લોજીસ્ટીક્સ લિમિટેડ મુંબઈમાં આકાર લઈ રહેલા તેના લોજીસ્ટીક્સ હબમાં 534,000 ચો.ફૂટના જંગી ફુલફીલમેન્ટ સેન્ટરનું બાંધકામ કરશે અને તે પશ્ચિમ ભારતની વૃધ્ધિ પામતી ઈ-કોમર્સ માંગને હલ કરવા માટે તથા આ વિસ્તારના હજારો સેલર્સ અને MSME ને માર્કેટ સપોર્ટ પૂરો પાડવા માટે લીઝ ઉપર આપશે. અદ્યતન ટેકનોલોજીની લાભ મેળવનાર આ સેન્ટર વર્ષ 2022ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કાર્યરત થવાની અપેક્ષા છે અને તેમાં કોઈપણ તબક્કે સેલર્સ ઈન્વેન્ટરીના 10 મિલિયન યુનિટ સમાવવાની ક્ષમતા રહેશે. આ ઉપરાંત MSMEs અને સેલર્સને ટેકો પૂરો પાડવા માટે ફ્લીપકાર્ટની સપ્લાઈય ચેઈનને મજબૂત બનાવશે. આ એકમને કારણે સ્થાનિક રોજગારીમાં વધારો થશે અને ~2,500 સીધી અને હજારો આડકતરી નોકરીઓનું નિર્માણ થશે.
આ ભાગીદારીનું અન્ય પાસુ એ છે કે ફ્લીપકાર્ટ દેશમાં સૌથી મોટા પ્રાઈવેટ ક્લાઉડ ડિપ્લોયમેન્ટમાં સમાવેશ પામતું ત્રીજુ ડેટા સેન્ટર, AdaniConneX ના એકમ ખાતે સ્થાપશે અને તેની મારફતે ભારતમાં વૃધ્ધિ પામતા જતા તેના ઈ-કોમર્સ બિઝનેસને મજબૂત બનાવશે. આ ડેટા સેન્ટર એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે તે ભરોંસાપાત્રતા, સુરક્ષા અને પર્યાવરણલક્ષિતાના સર્વોચ્ચ ધોરણોને હાંસલ કરી શકે. તેનાથી અદાણી ગ્રુપની ગ્રીન પાવરનું નિર્માણ કરનાર અને પ્રાપ્ત કરનાર સૌથી મોટી સોલાર પ્લેયર તરીકેની ક્ષમતાનો લાભ મેળવશે. AdaniConneX ડેટા સેન્ટર એ તદ્દન નવું એકમ છે કે જે ફ્લીપકાર્ટ માટે પોતાની વૃધ્ધિ પામતી માળખાકિય જરૂરિયાતો અનુસાર ડેટા સેન્ટર ડિઝાઈન કરવાનું શક્ય બનાવશે, જેમાં સુરક્ષા અને ભારતની અંદર જ સ્થાનિક સ્તરે ડેટા સુરક્ષિત રાખવા ઉપર નોંધપાત્ર પ્રમાણમાં ધ્યાન કેન્દ્રિત કરશે.
આ બે કંપનીઓ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી અંગે વાત કરતાં અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન (APSEZ) ના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર શ્રી કરણ અદાણી જણાવે છે કે “ભારતમાં સૌથી વધુ ઝડપથી વિકસતા બે બિઝનેસ, સાથે મળીને અત્યંત મહત્વના અને આપણાં રાષ્ટ્રને જેની જરૂર છે તેવી અદ્યતન માળખાકિય સુવિધાના નિર્માણ માટે સાથે કામ કરી છે તે જોઈને મને આનંદ થાય છે. આત્મનિર્ભરતા શું હોય છે તેનું આ ઉદાહરણ છે. અમારા લોજીસ્ટીક્સ અને ડેટા સેન્ટર બિઝનેસીસમાં આ વ્યાપક શ્રેણી ધરાવતી પાર્ટનરશીપ અને અનોખું બિઝનેસ મોડેલ છે. અમે તેને ફ્લીપકાર્ટની ભૌતિકની સાથે સાથે ડીજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાતો પૂર્ણ કરવા માટેની મોટી તક માનીએ છીએ. ભારતમાં ઈ-કોમર્સ અપનાવાય તે માટે ફ્લીપકાર્ટે તેણે સર્જેલા મૂલ્ય અને તેના સતત ટેકનોલોજીકલ ઈનોવેશન મારફતે ગ્રાહકોને સર્વિસ પૂરી પાડવામાં સાધનરૂપ રહ્યું છે. અમે એકબીજા પાસેથી શિખવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી લાંબી અને ફળદાયી ભાગીદારી માટે તથા ગ્રાહકો અને ભારતની MSME વ્યવસ્થાના વિકાસ માટે અગ્રતા આપવાની અમારી પરસ્પરની તાકાત આશાવાદી છીએ.”
ફ્લીપકાર્ટ ગ્રુપના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર શ્રી કલ્યાણ કૃષ્ણમૂર્તિ જણાવે છે કે “દેશભરમાં માળખાકિય સુવિધાઓના નિર્માણમાં અદાણી ગ્રુપે અજોડ કામગીરી બજાવી છે. લોજીસ્ટીક્સ, રિયલ એસ્ટેટ, ગ્રીન એનર્જી અને ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતાનો અનોખો સમન્વય અમને સાથે લાવ્યો છે. અમારી સપ્લાય ચેઈન મજબૂત કરવા માટે તથા ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે અદાણી ગ્રુપ સાથે સહયોગ શરૂ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. ફ્લીપકાર્ટ ગ્રુપ ખાતે અમે સતત ઈનોવેશન કરીને પોસાય તેવી બહેતર સ્થિતિ તરફ જઈ શકાય તે રીતે દેશભરના અમારા સેલર્સ મારફતે ગ્રાહકોને વ્યાપક રેન્જ ધરાવતી પ્રોડક્ટસ ઉપલબ્ધ થાય તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. અમારૂં લોજીસ્ટીક્સ નેટવર્ક અને ટેકનોલોજીની ગોઠવણ આ બાબતને વાસ્તવિક બનાવવામાં સાધનરૂપ બની રહેશે. આ મૂડીરોકાણ અમને નોકરીઓના નિર્માણ અને વૃધ્ધિને વેગ આપી ભારતના MSMEs અને સેલર્સને ટેકો પૂરો પાડી અમારી હાજરી મજબૂત કરવામાં સહાયક બનશે.”
અદાણી ગ્રુપ અંગેઃ
અદાણી ગ્રુપ એ 100 અબજ ડોલરનું સંયુક્ત માર્કેટ કેપ ધરાવતી 6 પબ્લિકલી ટ્રેડેડ કંપનીઓનું વિવિધિકરણ ધરાવતું જૂથ છે. તેણે દેશ વ્યાપી હાજરી ધરાવતા વિશ્વસ્તરના પરિવહન અને યુટિલીટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોર્ટફોલિયોનું નિર્માણ કર્યું છે. ભારતમાં અમદાવાદ ખાતે વડુમથક ધરાવતા અદાણી ગ્રુપે વિતેલા વર્ષોમાં ટ્રાન્સપોર્ટ લોજીસ્ટીક્સ અને એનર્જી યુટિલીટી પોર્ટફોલિયો બિઝનેસીસમાં ધ્યાન કેન્દ્રિત કરીને માર્કેટ લીડર તરીકેનું સ્થાન હાંસલ કર્યું છે તથા વૈશ્વિક માપદંડ ધરાવતી O & M પ્રણાલિઓ વડે ભારતમાં વ્યાપકપણે માળખાકીય સુવિધાઓના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ચાર IG રેટેડ બિઝનેસ સાથે તે ભારતની એક માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડ ઈસ્યુઅર છે.
અદાણી ગ્રુપ તેની સફળતા અને મોખરાના સ્થાન માટે પર્યાવરણલક્ષી વિકાસના માર્ગદર્શક સિધ્ધાંત મુજબ ‘રાષ્ટ્ર નિર્માણ’ ની વિચારધારા આધારિત ‘ગ્રોથ વીથ ગુડનેસ’ ની મુખ્ય વિચારધારાને કારણરૂપ માને છે. અદાણી ગ્રુપ ESGનો વ્યાપ વિસ્તારવા માટે કટિબધ્ધ રહીને તેના બિઝનેસીસની ફેરગોઠવણ કરીને પર્યાવરણલક્ષિતા, વિવિધિકરણ અને મૂલ્યોના આદાન-પ્રદાન દ્વારા CSR પ્રોગ્રામ તરફ ઝોક દર્શાવી જલવાયુ સુરક્ષા અને સમુદાય સુધી પહોંચવાના પ્રયાસો ઉપર ભાર મૂકતા રહીને સમુદાયો સુધી પહોંચ વધારવા પ્રયત્નશીલ છે.
ફ્લીપકાર્ટ ગ્રુપ અંગેઃ
ફ્લીપકાર્ટ ગ્રુપ એ ભારતની અગ્રણી ડીજીટલ કોમર્સ સંસ્થા છે અને તેની ગ્રુપ કંપનીઓમાં ફ્લીપકાર્ટ, મયંત્રા અને ફ્લીપકાર્ટ હોલસેલનો સમાવેશ થાય છે. વર્ષ 2007માં શરૂ થયેલી ફ્લીપકાર્ટ કરોડો ગ્રાહકો, સેલર્સ, વેપારીઓ અને નાના બિઝનેસીસ માટે ભારતની ઈ-કોમર્સ ક્રાંતિનો હિસ્સો બની 300 મિલિયનથી વધુ રજીસ્ટર્રડ કન્ઝ્યુમર બેઝને વિવિધ પ્રોડક્ટસની 80થી વધુ કેટેગરીઝની 150 મિલિયનથી વધુ પ્રોડક્ટસ ઓફર કરવાનું શક્ય બનાવ્યું છે. અમારા પ્રયાસો ઈ-કોમર્સનું લોકશાહીકરણ કરી તેની ઉપલબ્ધિ અને પોસાય તે રીતે ગ્રાહકોને આનંદ આપી આ વ્યવસ્થામાં લાખો નોકરીઓનું નિર્માણ કરી ઉદ્યોગસાહસિકો અને MSMEs કંપનીઓનું સશક્તિકરણ કરી અમને ઉદ્યોગની ઘણી બાબતોમાં ઈનોવેટ કરવાની પ્રેરણા આપી છે. તાજેતરમાં રજૂ કરાયેલુ ફ્લીપકાર્ટ હોલસેલ અમારૂં નવું ડીજીટલ માર્કેટપ્લેસ છે, જે ભારતના કિરાણા અને MSME ક્ષેત્રની વૃધ્ધિ માટેની કટિબધ્ધતા દર્શાવે છે. ફ્લીપકાર્ટે કેશ ઓન ડીલીવરી, નો કોસ્ટ ઈએમઆઈ અને ઈઝી રિટર્ન્સ જેવા ગ્રાહકલક્ષી ઈનોવેશન્સ કરવામાં પાયોનિયર તરીકે જાણીતું છે. આ બધી બાબતોના કારણે કરોડો ભારતીયો માટે ઓનલાઈન શોપીંગ વધુ સુગમ અને પોસાય તેવું બન્યું છે. ઓનલાઈન ફેશનમાં મહત્વનું સ્થાન ધરાવતી મયંત્રા સાથે મળીને તથા હવે ફ્લીપકાર્ટ હોલસેલ મારફતે ફ્લીપકાર્ટ ગ્રુપ ભારતમાં ટેકનોલોજી મારફતે વ્યાપારનું રૂપાંતર કરવામાં ગતિ લાવશે.
(સંકેત)