Site icon Revoi.in

બજેટ 2021-22 કેશલેસ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહિત કરવા રૂ.1500 કરોડની ફાળવણી

Social Share

નવી દિલ્હી: આ વખતે બજેટમાં કેશલેસ અર્થવ્યવસ્થાની દિશામાં એક મહત્વપૂર્ણ ઘોષણા કરવામાં આવી છે. બજેટમાં ઘોષણા કરતા નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, ડિજીટલ પેમેન્ટ માટે 1500 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. પીએમ મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં નોટબંધી બાદ આ તે દિશામાં ખૂબ મોટી ઘોષણા કરવામાં આવી છે.

નવેમ્બર 2016 બાદ દેશ કેશલેસ સિસ્ટમ તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. શરૂઆતમાં લોકોને પરેશાની થઇ પરંતુ વર્તમાન સમયમાં ડિજીટલ પેમેન્ટનું ચલણ ઝડપથી આગળ વધી રહ્યું છે. કેશલેસ અર્થવ્યવસ્થા બનાવવામાં લોકોની ભાગીદારી વધારવા માટે સરકાર ડિજીટલ ટ્રાંઝેક્શન પર અનેક પ્રકારની સવલતો આપી રહી છે.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા અને પીપુલ રિસર્ચ ઑન ઇન્ડિયા કંઝ્યૂમર ઇકોનોમી દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર, દેશમાં ડિજીટલ પેમેન્ટનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. દેશના 25 રાજ્યોના વિભિન્ન આવક-સમૂહોના 5314 ઘરો પર આ સર્વે કરવામાં આવ્યો હતો. જેનો ઉદ્દેશ ડિજીટલ ચૂકવણીના સંબંધમાં જાગૃતતા, ઉપયોગ વ્યવહાર અને તેના ઉપયોગના વ્યવહારને સમજવું હતો.

મહત્વનું છે કે, UPI સેવા પ્રદાન કરનાર અનેક કંપનીઓ સમયાંતરે ઘણી સુવિધા વધારી રહી છે. ગૂગલ પે, પેટીએમ, ફોન પે જેવી અનેક યુપીઆઇ સર્વિસ સમયાંતરે ઓફર પણ આપી રહી છે. હાલમાં દેશના ખૂણે ખૂણે હવે ડિજીટલ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ બની છે.

(સંકેત)