- 15મી જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વમાં થયો ઘટાડો
- ફોરેક્સ રિઝર્વ 1.839 અબજ ડોલર્સ ઘટીને 582.242 અબજ ડોલર્સ
- વીતેલા સપ્તાહમાં એફસીએ 4 કરોડ ઘટીને 541.507 અબજ ડૉલર્સ
નવી દિલ્હી: દેશના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં ઘટાડો થયો છે. 15મી જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં આ ઘટાડો નોંધાયો હતો.
દેશની સર્વોચ્ચ બેંકે પ્રગટ કરેલા આંકડા અનુસાર 15મી જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં 1.839 અબજ ડોલર્સ ઘટીને 582.242 અબજ ડોલર્સ જેટલો રહ્યો હતો. આની પહેલાંના 8મી જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહામં 75.8 કરોડ ડોલર્સ વધીને વિદેશી હુંડિયામણ 586.082 અબજ ડોલર્સનો થયો હતો જે અત્યારસુધીનો સૌથી વધુ ઊંચો રેકોર્ડ હતો.
રિઝર્વ બેંકે જણાવ્યા મુજબ આ સમયગાળામાં કરાયેલી સમીક્ષા મુજબ ફોરેન કરન્સી એકાઉન્ટ (એફસીએ)માં થયેલા ઘટાડાના કારણે વિદેશી હુંડિયામણમાં પણ ઘટાડો નોંધાયો હતો. વિદેશી હુંડિયામણના કુલ હિસ્સામાં એફસીએનો મોટો ફાળો હોય છે. વીતેલા સપ્તાહમાં એફસીએ 28.4 કરોડ ઘટીને 541.507 અબજ ડૉલર્સ જેટલો રહ્યો હતો. આમ તો એફસીએને ડ઼ૉલર્સમાં રજૂ કરાય છે પરંતુ એમાં યુરો, પાઉન્ડ અને યેન જેવી વિદેશી કરન્સીનો પણ સમાવેશ થતો હોય છે.
રિઝર્વે બેંકે વધુમાં જણાવ્યા મુજબ 15 જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં સોનાના ભંડારનું મૂલ્ય 1.534 અબજ ડૉલર્સ જેટલું ઘટીને 36.06 અબજ ડૉલર્સ જેટલું થયું હતું.
(સંકેત)