Site icon Revoi.in

ચાર સપ્તાહ બાદ વિદેશી મુદ્રાભંડારમાં ઉછાળો, ગોલ્ડ રિઝર્વ પણ વધ્યું

Social Share

નવી દિલ્હી: દેશમાં વિદેશી હૂંડિયામણ અનામતમાં સતત ચાર સપ્તાહ ઘટાડો જોવા મળ્યો છે. જો કે અંતે આ સપ્તાહે આ ઘટાડો અટક્યો છે અને વિદેશી હૂંડિયામણમાં વધારો થયો છે.

ક્રૂડ અને ડોલરના ભાવ ઉંચકાતા વિદેશી અસ્ક્યામતોનું મૂલ્ય ઘટ્યું હતું અને તેને કારણે જ કુલ રિઝર્વમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે દેશનું ફોરેક્સ 8મી ઑક્ટોબરના સપ્તાહે 2.39 અબજ ડોલરના વધારા સાથે 639.516 અબજ ડોલર થયું હતું.

આ અગાઉ 1લી ઓક્ટોબરના રોજ પુરા થયેલ સપ્તાહે વિદેશી હૂંડિયામણ અનામાતમાં 1.169 અબજ ડોલર ઘટીને 637.477 અને 24મી સપ્ટેમ્બરના સપ્તાહે 99.7 કરોડ ડોલરના ઘટાડે 638.646 અબજ ડોલર થયું છે. 17મી સપ્ટેમ્બરના સપ્તાહે 1.47 અબજ ડોલરના ઘટાડે 639.646 અબજ ડોલર જ્યારે 10મી સપ્ટેમ્બરના સપ્તાહે 1.34 અબજ ડોલરના ઘટાડે ફોરેન એક્સચેન્જ રીઝર્વ 641.113 અબજ ડોલર થયું હતુ.

આપને જણાવી દઇએ કે 3જી સપ્ટેમ્બરના સપ્તાહે ફોરેક્સ રિઝર્વમાં 8.895 અબજ ડૉલરનો રેકોર્ડ વધારો જોવા મળ્યો હતો અને કુલ રિઝર્વ 642.453 અબજ ડૉલરના સર્વકાલીન ઉચ્ચત્તમ સ્તરે પહોંચ્યું હતું.

ગોલ્ડ રીઝર્વ 46.4 કરોડ ડોલરના વધારા સાથે 38.022 અબજ ડોલરના લેવલે જોવા મળ્યું છે. આરબીઆઈએ રજૂ કરેલ રીપોર્ટ અનુસાર IMF પાસે રહેલ SDR 2.8 કરોડ ડોલર વધીને 19.268 અબજ ડોલર રહ્યું છે.