નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ દેશન વિદેશી મુદ્રા ભંડારને લઇને રિપોર્ટ બહાર પાડ્યો છે. આ અનુસાર દેશના વિદેશી મુદ્રા ભંડારમાં સતત પાંચમા સપ્તાહે ઘટાડો ચાલુ રહ્યો છે. 24 ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર 58.7 કરોડ ડોલર ઘટીને 635.08 અબજ ડોલર થયું છે.
17મી ડિસેમ્બરના સપ્તાહ દરમિયાન ફોરેક્સ રિઝર્વ 16 કરોડ ડોલર ઘટીને 635.667 અબજ ડોલર થયું હતું. અગાઉ 10 ડિસેમ્બરના સપ્તાહે ફોરેક્સ રિઝર્વ 7.7 કરોડ ડોલર ઘટીને 635.828 અબજ ડોલર થયું હતું. ઇતિહાસનું સૌથી વધુ વિદેશી મુદ્રા ભંડાર 3 સપ્ટેમ્બર, 2021ના રોજ પૂરા 642.453 અબજ ડોલરના લેવલે પહોંચ્યું હતું.
RBIના ડેટા અનુસાર, 24 ડિસેમ્બરે પૂરા થયેલા રિપોર્ટિંગ સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો થવાનું કારણ કુલ અનામતનો નોંધપાત્ર હિસ્સો ધરાવતા ફોરેન કરન્સી એસેટમાં ઘટાડો છે. આ સપ્તાહે FCA 84.7 કરોડ ડોલર ઘટીને 571.369 અબજ બિલિયન ડોલર થયા છે.
ગોલ્ડ રિઝર્વમાં 20.07 કરોડ ડોલર વધીને 39.39 અબજ ડોલર થયું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેના સ્પેશ્યલ ડ્રોઇંગ રાઇટ્સ સમીક્ષા હેઠળના સપ્તાહમાં 2.4 કરોડ ડોલર વધીને 19.114 અબજ ડોલર થયા હતા.