- દેશની તિજોરીમાં ઘટાડો નોંધાયો
- વિદેશી મુદ્રા ભંડાર 1.6 અબજ ડોલર ઘટ્યું
- ગત સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 83.5 કરોડ ડોલર વધીને 612.730 અબજ ડોલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક અનુસાર દેશનું વિદેશી મુદ્રા ભંડાર 23 જુલાઇ, 2021ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 1.581 અબજ ડોલરથી ઘટીને 61.149 અબજ ડોલર રહ્યું છે. 16 જુલાઇ 2021ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 83.5 કરોડ ડોલર વધીને 612.730 અબજ ડોલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો. વિદેશી ચલણ અસ્ક્યામતોમાં ઘટાડો થવાને કારણે વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો છે.
આ સમયગાળા દરમિયાન FCA 1.12 અબજ ડોલર ઘટીને 567.628 અબજ ડોલર થયું છે. વિદેશી ચલણની અસ્કયામતો જે ડોલરના મૂલ્યમાં વ્યક્ત કરવામાં આવે છે તેમાં અન્ય વિદેશી ચલણના મૂલ્યમાં વધારા અથવા ઘટાડાની અસર પણ સામેલ છે જેમ કે વિદેશી વિનિમય અનામતમાં રાખવામાં આવેલ યુરો, પાઉન્ડ અને યેનનો પણ સમાવેશ થાય છે.
સોનાના ભંડારમાં 449 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે. ડેટા અનુસાર આ સમયગાળા દરમિયાન સોનાનો ભંડાર 44.9 કરોડ ડોલર ઘટીને 36.884 અબજ ડોલર થયો છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ સાથે સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDR) 3 મિલિયન ડોલર ઘટીને 1.546 અબજ ડોલર થઈ ગયું. રિઝર્વ બેંકે કહ્યું કે સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન IMF પાસે ભારતનું વિદેશી મુદ્રા ભંડાર પણ 9 મિલિયન ડોલર ઘટીને 5.091 અબજ થયું છે.
કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGA) દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર આ વર્ષે જૂનના અંતમાં કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ 2.74 લાખ કરોડ રૂપિયા હતી. આ સમગ્ર વર્ષ (2021-22) માટે અંદાજિત બજેટ ખાધના 18.2 ટકા છે.