Site icon Revoi.in

સેબીએ Paytm IPOને લીલી ઝંડી આપતા જ ઝુમી ઉઠ્યા કંપનીના સ્થાપક, જુઓ VIDEO

Social Share

નવી દિલ્હી: અંતે Paytm ના IPOને સેબી તરફથી લીલી ઝંડી મળી ચૂકી છે. આ IPOને અત્યારસુધીની દેશની સૌથી મોટી પબ્લિક ઑફર માનવામાં આવે છે. Paytmના IPOને સેબી તરફથી મંજૂરી મળ્યા બાદ Paytmની ઓફિસમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. IPOને મંજૂરી મળતા જ ખુદ પેટીએમના સ્થાપક વિજય શેખર શર્મા પણ ખુશીમાં ઝુમી ઉઠ્યા હતા. તેઓની ખુશીનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. RPG ગ્રુપના ચેરમેન હર્ષવર્ધન ગોએન્કાએ ટ્વિટર પર આ વીડિયો વાયરલ કર્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે, પેટીએમના સ્થાપક વિજય શેખર શર્મા બોલીવુડ ગીત ‘અપની તો જૈસે તૈસે’ માં ડાન્સ કરી રહ્યાં છે. સ્ટાફ પણ તેની સાથોસાથ ગીતના તાલે ઝુમી રહ્યો છે. સેબીએ મંજૂરી આપ્યા બાદ હવે 16,600 કરોડના Paytm IPOનો માર્ગ હવે મોકળો બન્યો છે.

IPO હેઠળ Paytm પ્રાઈમરી સેલમાં રૂ 8,300 કરોડના શેરનું વેચાણ કરશે જ્યારે બાકીના રૂ 8,300 કરોડના શેરનું વેચાણ ઓફર ફોર સેલ (OFS)માં કરવામાં આવશે. કંપની નવેમ્બર 2021ના મધ્ય સુધીમાં લિસ્ટેડ થવાની યોજના ધરાવે છે. કંપનીએ જુલાઈ 2021માં IPO માટે અરજી કરી હતી.

પેટીએમના શેરની ફેસ વેલ્યુ 1 રૂપિયાની રહેશે. કંપનીના  ફાઉન્ડર વિજય શેખર શર્મા Paytm IPO માં પોતાનો કેટલોક હિસ્સો વેચશે. વર્તમાન Paytm રોકાણકારો SoftBank, Alibaba, Ant Financial Group અને SAIF પણ તેમનો હિસ્સો ઘટાડશે.